Wednesday, September 22, 2021
Homeબંગાળ : નંદીગ્રામની હાઇપ્રોફાઇલ સીટ પર મમતા બેનર્જીએ વિજય પરચમ લહેરાવ્યો
Array

બંગાળ : નંદીગ્રામની હાઇપ્રોફાઇલ સીટ પર મમતા બેનર્જીએ વિજય પરચમ લહેરાવ્યો

પશ્ચિમ બંગાળના રાજકિય સંગ્રામ પર આજે સવારથી લકોની નજર ચોંટેલી છે. ખાસ કરીને બંગાળની નંદીગ્રામ સીટ, કારણ કે આ સીટ ભાજપ અને ટીએમસી બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ હતો. કારણ કે નંદીગ્રામ સીટ પર ટીએમસી તરફથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ તરફથી શુભંદુ અધિકારી મેદાનમાં આયા હતા. ત્યારે આ સંગ્રામનું પરિણામ આવી ગયું છે. જેની સાથે જ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂળ કોંગ્રેસ ઐતિહાસિક જીત તરફ આગળ વધી છે.

નંદીગ્રામની હાઇપ્રોફાઇલ સીટ પર મમતા બેનર્જીએ વિજય પરચમ લહેરાવ્યો છે. મમતાએ શુભેંદુને 1200 મતોથી હરાવ્યા છે. મમતા બેનર્જી અને શુભેંદુ અધિકારી વચ્ચે છેલ્લા રાઉન્ડ સુધી ખરાખરીનો જંગ ચાલ્યો. શરુઆતી રાઉન્ડમાં શુભેંદુ અધિકારી આગળ હતા, જ્યારે છેલ્લો રાઉન્ડ આવતા મમતા બેનરજીએ બાજી પલટી નાંખી હતી.

નંદીગ્રામ બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ સીટ ગણાતી હતી, જ્યાં 1 એપ્રિલે 88 ટકા મતદાન થયું હતું. મમતા બેનરજી અને શુભેંદુ અધિકારી ઉપરાંત લેફ્ટ તરફથી અહીં મીનાક્ષી મુખર્જી મેદાનમાં હતા. આ બંને સીટને જીતવા માટે મમતા અને શુભેંદુએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ સીટ લાંબા સમયથી લેફ્ટ પાર્ટીનો ગઢ ગણાતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments