Saturday, September 24, 2022
Homeબંગાળ : ભાજપના કાર્યકર દેવેશ બર્મનનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો
Array

બંગાળ : ભાજપના કાર્યકર દેવેશ બર્મનનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો

- Advertisement -

બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા હજી પણ ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશના પગલે હ્યુમન રાઈટ કમિશનની ટીમોએ હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધેલી મુલાકાત બાદ પણ બંગાળની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.

ખાસ કરીને આ હિંસામાં ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આજે બંગાળના ઉત્તર દિનાજપુર વિસ્તારમાં ભાજપના 52 વર્ષીય કાર્યકર દેવેશ બર્મનનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

પરિવારે દાવો કર્યો હતો કે, દેવેશ સોમવારથી ગૂમ હતો અને મંગળવારે સવારે ઘરથી 500 મીટર દુર ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઝાડ પર તેનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.તેની સાયકલ પણ નજીકથી મળી આવી હતી. પરિવારનો દાવો છે કે, દેવેશને મારીને ઝાડ પર લટકાવી દેવાયો છે, જેથી લોકોની આંખમાં ધૂળ નાંખી શકાય. આ સ્પષ્ટપણે મર્ડર છે.

બંગાળ ભાજપના પ્રવક્તાનુ કહેવુ છે કે, પંચાયત ચૂંટણથી લઈને વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપના 138 કાર્યકરોની હત્યા થઈ ચુકી છે. 2 મેથી અત્યાર સુધી આઠ લોકોના મર્ડર કરાયા છે. લોકોને ડરાવવા માટે મૃતદેહોનો ઝાડ પર લટકાવવામાં આવી રહ્યા છે. આવતીકાલે ભાજપના કાર્યકરો રાજ્યમાં ધરણા કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular