બેંગલુરુમાં 28 વર્ષીય અલીના આલમ ‘સમર્થનમ ટ્રસ્ટ’ નામથી દિવ્યાંગો માટે ઈન્ટર્નશિપ પ્રોગ્રામ ચલાવે છે. બેંગલુરુનું મિટ્ટી કેફે દિવ્યાંગો દ્વારા ચલાવવામાં આવે છે. આ કેફેને 28 વર્ષીય અલીના જોશની સાથે ચલાવે છે. અલીનાનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોને એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો છે જેથી તેઓ સંપૂર્ણ સન્માનની સાથે પોતાનું જીવન જીવી શકે. તેઓ તેમને પોતાના અધિકાર પ્રત્યે જાગૃત કરાવવા પણ માગે છે. પોતાના પ્રયાસોથી તે એક એવું મોડલ બનાવવા માગે છે જે પ્રેક્ટિકલ હોવાની સાથે જ ઈન્ટરએક્ટિવ પણ હોય.
અલીનાનું માનવું છે કે, ખોરાક એ તમામ લોકોની પ્રાથમિકતા છે જે તેમને એકબીજા સાથે જોડે છે. પોતાના કેફેના માધ્યમથી તે વધુમાં વધુ દિવ્યાંગો સુધી પહોંચીને જાગૃતિ ફેલાવી રહી છે.
અલીનાને જ્યારે પૂછવામાં આવે છે કે, તેને પોતાના કેફેનું નામ મિટ્ટી કેમ રાખ્યું તો તે જણાવે છે કે, આપણએ ભલે કોઈપણ વર્ગ અથવા સમુદાયના હોઈએ, પરંતુ આપણો ઉદ્દભવ માટીમાંથી થયો છે અને આપણે તેમાં ભળી જવાનું છે. આ અગાઉ ઓગસ્ટ 2017માં સૌથી પહેલું મિટ્ટી કેફે બી.વી.બી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં દેશપાંડે ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. અત્યારે અલીના મિટ્ટી કેફેની બ્રાન્ડ એમ્બેસેડર છે અને એક જાણીતી વ્યક્તિ પણ છે.