Friday, March 29, 2024
Homeબેંગલુરુ : વૃદ્ધોને સાક્ષર કરવા માટે બે બહેનોએ ‘ઈઝી હૈ’ નામથી એક...
Array

બેંગલુરુ : વૃદ્ધોને સાક્ષર કરવા માટે બે બહેનોએ ‘ઈઝી હૈ’ નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું

- Advertisement -

બેંગલુરુની રહેવાસી શ્રેયા અને સુરભી બજાજ કોરોનાકાળમાં વૃદ્ધોને ડિજિટલ રીતે સાક્ષર કરી રહી છે. તે ઉપરાંત સિનિયર સિટીઝનને સ્માર્ટફોનની સાથે ઈન્ટરનેટ ચલાવવાની ટ્રેનિંગ આપી રહી છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન આ બજાજ બહેનોએ ‘ઈઝી હૈ’ નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તે વૃદ્ધોના ઝૂમ એપ પર ક્લાસિસ લે છે. તે ઉપરાંત વરિષ્ઠ લોકોને ઓનલાઈન ખરીદીમાં થતી સમસ્યા તેમજ, મોબાઈલ બેંકિંગ અથવા કોઈ યુનિવર્સિટીના ઓનલાઈન વર્ગોમાં આવી રહેલી સમસ્યાઓને પણ દૂર કરે છે.

શ્રેયાની ઉંમર 30 વર્ષની છે. ચેન્નઇમાં તેનું એક સ્પોર્ટ્સ સેન્ટર અને રેસ્ટોરાં છે. તે પોતાના દરેક સેશનમાં એપ ડાઉનલોડ કરવા જેવી બેઝિક વાતો વૃદ્ધોને જણાવે છે. આ બંને બહેનોએ ઈન્સ્ટાગ્રામ પર 5 સેશનનું શિડ્યુઅલ પણ પોસ્ટ કર્યું છે. પોતાના સ્ટાર્ટઅપના શરૂઆતના 2 દિવસની અંદર જ તેમને ચંડીગઢ, કોલકાતા, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઈ, ઉદયપુર અને રાયપુરથી રિસ્પોન્સ મળવા લાગ્યો. 26 વર્ષની સુરભી જણાવે છે કે, જે વૃદ્ધો નવી ટેક્નોલોજી શીખવા માગે છે, તેમને સૌથી પહેલા ધીરજ રાખવાની જરૂર છે. પરંતુ આ વૃદ્ધોને શીખવાડતા પરિવારના સભ્યો થોડા દિવસમાં કંટાળી જાય છે અથવા તેમને યોગ્ય રીતે સમજાવી નથી શકતા.

તેમના એક ક્લાસની ફી 150 રૂપિયા છે. તે સિવાય જો કોઈ કસ્ટમર માઈક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, ઓનલાઈન પોસ્ટર વગેરે બનાવવાનું શીખવા માગે છે તો તેના માટે તે દર સેશનમાં 800 રૂપિયા ચાર્જ લે છે. તેનો મોટાભાગનો બિઝનેસ વ્હોટ્સએપ દ્વારા કરવામાં આવે છે. આ બંને બહેનો તેમની દરેક બેચ માટે એક ખાસ વ્હોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરે છે. તે પોતાના વિદ્યાર્થીઓને હોમવર્ક પણ આપે છે અને તેને ક્લાસમાં ચેક કરે છે, તે ઉપરાંત તેના પર ચર્ચા પણ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular