Saturday, September 25, 2021
Homeશ્રેષ્ઠ પ્રદર્શન : ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું
Array

શ્રેષ્ઠ પ્રદર્શન : ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું

શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીના કારણે શેરોની કિંમતો ટોચ પર પહોંચી છે આવામાં રોકાણકારો પોતાનો પોર્ટફોલિયોને સંતુલિત કરવા માટે રોકાણને ડાઇવર્સિફાઇ કરી રહ્યાં છે. જેના દ્રારા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં તેમનું રોકાણ સતત વધી રહ્યું છે. જૂનમાં ગોલ્ડ ઇટીએફ ફોલિયો (ખાતા)ની સંખ્યા માસિક આધાર પર 9.83 ટકા વધીને 18.32 લાખ પર પહોંચી ગઇ છે જે છ માસ પહેલાની તુલનામાં રોકાણકારોની સંખ્યામાં 41 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ડિસેમ્બર 2020માં ગોલ્ડ ઇટીએફના ફોલિયોની સંખ્યા 12.99 લાખ હતી. ગત મહિનામાં એટલે કે જૂનમાં ફોલિયોની સંખ્યામાં ઝડપી વધારો એવા સમયે થયો કે જ્યારે સમગ્ર માસમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 47000ની ઉપર જળવાઇ રહી. ગોલ્ડ ઇટીએફ દ્વારા જૂન માસમાં એસેટ્સ 13.52 ટકા વધી 48479 કરોડ રૂપિયા આંબી ગઇ છે. જે માર્ચ ત્રિમાસીકમાં 42706 કરોડ રૂપિયા હતી. બજાર નિષ્ણાતોના મતે પરંપરાગત રૂપથી સોનાના રોકાણને એક સુરક્ષિત માધ્યમ ગણવામાં આવે છે. ગોલ્ડ માત્ર રોકાણમાં જ પ્રભાવી વિવિધતા લાવવા માટે કામમાં નથી આવતું પરંતુ તેને બજારમાં મુશ્કેલ સમયમાં અને આર્થિક મંદીના કારણે નુકસાનને ઓછુ કરવાની ક્ષમતા પણ આપે છે.

અગાઉના અમુક વર્ષોમાં પડકારપૂર્ણ રોકાણ વાતાવર દરમિયાન ગોલ્ડ એક શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એસેટ ક્લાસ રૂપમાં ઉભરીને આવ્યું છે. જેનાથી રોકાણકારોનો પોર્ટફોલિયોમાં તેમની પ્રભાવશાળી સાબીત થઇ છે. આ કારણ છે કે ગોલ્ડ ઇટીએફ દ્વારા રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments