દેશભરમા્ં ધામધૂમથી મનાવાઈ રહી છે જન્માષ્ટમી, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવી શુભકામના

0
0

આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમી ઘણી ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે દેશભરમાં અને દુનિયાભરના શ્રીકૃષ્ણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ શુભ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વિટર પર લખ્યુ, ‘જન્માષ્ટમીના અવસર પર બધા દેશવાસીઓને અભિનંદન અને શુભકામનાઓ. ભગવાન શ્રી કૃષ્ણએ નિષ્કામ કર્મ અર્થાત ફળની ઈચ્છા કર્યા વિના કર્મ કરવાનો સંદેશ આપ્યો છે. મારી કામના છે કે આ તહેવાર બધાના જીવનમાં હર્ષોલ્લાસ અને ઉમંગ લાવે.’

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર લખ્યુ, ‘બધા દેશવાસીઓને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ આપણા જીવનમાં હંમેશા ખુશીઓ અને સારુ સ્વાસ્થ્ય લાઈને આવે. જય શ્રીકૃષ્ણ.’ વળી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જન્માષ્ટમી ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં મનાવી. અહીં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની આરતી પણ કરી. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ પણ ગોરખનાથ મંદિર પહોંચ્યા.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા લખ્યુ, ‘તમને સહુને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ.’ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર લખ્યુ, ‘તમને સહુને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here