દાદીના અપમાન પર ઘેરાઈ કંગના : મીકાએ કંગનાને ધમકી આપી – બેટા ભૂલથી પણ અમારી ગલીમાં ન આવતી, સ્વરાએ કહ્યું……

0
15

ખેડૂત આંદોલનમાં દાદી મોહિંદર કૌર પર કમેન્ટ કરીને ફસાઈ ગયેલી કંગના રનૌતના પર સેલેબ્સ આક્રોશ ઠાલવી રહ્યા છે. સિંગર મીકા સિંહે એક્ટ્રેસને પાગલ ગણાવતા તેની અવગણના કરવાની અપીલ કરી છે. તે ઉપરાંત કંગનાને ધમકી આપી છે કે તેઓ તેમની ગલીમાં ન આવે. ત્યારે સ્વરા ભાસ્કરે કંગનાને ઝેર ફેલાવનાર ગણાવી છે.

મીકાએ કહ્યું- કંગના પર ધ્યાન ન આપો

મીકા સિંહે તેમની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ, “હું મારા બધા પંજાબી ભાઈઓને વિનંતી કરું છું કે કૃપા કરીને શાંત રહો. આપણે અહીં કંગના રનૌત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નથી. અંગત રીતે મને કંગના સાથે કોઈ સમસ્યા નથી. તેણે ભૂલ કરી છે અને હવે તે પ્રતિક્રિયાઓનો સામનો કરી રહી છે. જો કે, તેને પસ્તાવો નથી. તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે.

મીકાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, “અમારો ઉદ્દેશ ખેડૂતોને ટેકો આપવાનો છે, તેથી ત્યાં ધ્યાન આપો અને તેને (કંગનાને) પોતાની જિંદગી જીવવા દો. બેટા કંગના જ્યારે કરણ જોહર, રણવીર સિંહ, હ્રિતિક રોશન અથવા અન્ય કોઈ બોલિવૂડ સેલેબ્સને સોફ્ટ ટાર્ગેટ બનાવતી હોય ત્યારે તુ તેનાથી બચી જાય છે. પરંતુ પુત્રર જી આ રીતે ન આવો. મીકા અહીંથી અટક્યો નહીં, તેણે આગળ લખ્યું, તમે તમારી વાહિયાત પોસ્ટ કરો, કોઈ સમસ્યા નથી. પરંતુ અમારી ગલીમાં ભૂલથી પણ આવવું નહીં.”

સ્વરાએ કહ્યું- કંગનાનું કામ ઝેર ઓકવાનું છે

સ્વરા ભાસ્કરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “કમેન્ટ ખરાબ છે. મને લાગે છે કે કંગના ઝેર ઓકવનાર લોકોની પર્યાય બની ગઈ છે. ઇતિહાસ અથવા વર્તમાન બાબતો અંગે તેઓ જે પોસ્ટ કરે છે તે તેના ખાસ એજન્ડાથી પ્રેરિત હોય છે.”

દિગ્ગજ એક્ટ્રેસેસ પર કમેન્ટ અપમાનજનક છે

સ્વરાએ આગળ કહ્યું, “એક વસ્તુ જે મને ચિંતિત કરે છે તે છે તેમના દ્વારા વડીલોનું અપમાન. શું જયા બચ્ચનજી અને અન્ય દિગ્ગજ એક્ટ્રેસેસ અંગે તેમની કમેન્ટ અપમાનજનક નહોતી? તે અપમાનજનક અને ઉદ્ધત હતું. તેણે બિલકિસ બાનો અને શાહીન બાગની દાદીને બદનામ કરી. મોહિંદર કૌરજી અંગે જે તેને કહ્યું, તે ન માત્ર ખોટું હતું, પરંતુ તે કહેવું કે 100 રૂપિયામાં ઉપલબ્ધ છે, તે ક્યારેય પણ સ્વીકારી શકાય નહીં.”

“સ્વરાએ આ દરમિયાન કંગનાને જવાબ આપવા બદલ દિલજીત દોસાંજેની પ્રશંસા કરી. તેણે કહ્યું, દિલજીત પ્રત્યે ગર્વ છે, તેમણે કંગનાને જવાબ આપ્યો. તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા, અને મેં પહેલેથી જ કંગનાનો વિરોધ કર્યો છે. હવે દિલજીતનું સ્ટેન્ડ જોઈ ખુશી થઈ.”

કંગનાને સલાહ- વડીલોને આ બકવાસથી દૂર રાખે

સ્વરાએ તેના આ ઈન્ટરવ્યુમાં કંગનાને વડીલોને સન્માન કરવાની સલાહ આપી. તેમણે કહ્યું, જો કંગના તેના સમકાલીન લોકો સાથે લડવાની ઇચ્છા રાખે છે, તો મને તેને એન્ગેજ રાખવામાં ખુશી થશે. પરંતુ હું વિનંતી કરું છું કે વડીલો આ બકવાસથી દૂર રાખે. હું ફરી એકવાર તેને કહીશ – હવે રોકાઈ જા બહેન.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here