Friday, March 29, 2024
Homeબેટી બચાઓ બેટી પઢાઓ', મોદીના સપના પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું
Array

બેટી બચાઓ બેટી પઢાઓ’, મોદીના સપના પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું

- Advertisement -

અમદાવાદઃ તાજેતરમાં નીતિ આયોગે ‘હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઈન્ડિયા’ નામનો રિપોર્ટ રીલિઝ કર્યો છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં છોકરાઓ સામે છોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં દર 1000 છોકરાઓ સામે માત્ર 848 જ છોકરીઓ જન્મી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં બેટી બચાઓ બેટી ભણાવોનું 2005થી અભિયાન શરૂ કર્યું હતું. જેના પરિણામે ગુજરાતભરમાં જનજાગૃતિ આવતા 2005 પછી ગુજરાતમાં છોકરીઓના જન્મનું પ્રમાણ વધવા લાગ્યું હતું. જે 2014 સુધીમાં 898થી વધીને 907 સુધી પહોંચી ગયું હતું. પરંતુ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં રૂપાણી શાસન દરમિયાન મોદીના બેટી બચાઓ બેટી ભણાવોનું સપનું ચકનાચૂર થયું છે.

રૂપાણી શાસનમાં છોકરીઓનો જન્મદરમાં ચિંતાજનક ઘટાડો થયો છે. જ્યારે બેટી ભણાવો અભિયાન અંતર્ગત કન્યા કેળવણીના કાર્યક્રમો પણ રૂપાણી સરકારે ચાલુ વર્ષે બંધ રાખ્યા છે. આમ નરેન્દ્ર મોદીનું બેટી બચાઓ બેટી ભણાવોના સપના પર રૂપાણી સરકારે પાણી ફેરવી દીધું છે.

મોદીના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન છોકરીઓનો વર્ષ મુજબ જન્મદર
રાજ્યમાં વર્ષ 2001માં ઝીરોથી છ વર્ષનો ચાઇલ્ડ સેક્સ રેશિયા પ્રમાણે એક હજાર પુરુષોએ 883 સ્ત્રીઓનું પ્રમાણ હતું. ત્યાર બાદ વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં છોકરીઓનો જન્મદર વધારવા બેટી બચાવો અભિયાનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ દર વર્ષે કન્યા કેળવણી સહિતની અનેક યોજનાઓ શરૂ કરી હતી. ત્યાર બાદ 2005-2007માં 1000 છોકરાઓ સામે છોકરીઓના જન્મનું પ્રમાણ વધીને 891, 2006-2008માં 898, 2007-2009માં 904, 2008-2010માં 903, 2009-2011માં 909, 2010-2012માં 909, 2011-2013માં 911, 2012-2014માં 907 અને વર્ષ 2016-2018માં 848 રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular