નાની એવી બીમારીમાં Paracetamol ખાવાની ટેવ હોય તો ચેતજો, થઈ શકે છે આ ગંભીર આડઅસર.

0
0

ઘણી વખત એવું બને છે કે, જ્યારે શરીરમાં સામાન્ય દુખાવો હોય ત્યારે વ્યક્તિ Paracetamol લઈને કામ ચલાવી લે છે. પણ Paracetamol એક સામાન્ય પેઈનકિલર ડ્રગ છે. જેની મદદથી થોડા સમય માટે દુખાવામાંથી રાહત મળી રહે છે. શરીરનું તાપમાન ઘટાડવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તમામ પ્રકારની પેઈનકિલર્સ અને એન્ટી સિકનેસ મેડિસિન સાથે પ્રાપ્ય છે.

 

નેશનલ હેલ્થ સર્વિસના એક રીપોર્ટ અનુસાર સામાન્ય રીતે કોઈ વ્યક્તિને 24 કલાકમાં ચાર વખત 500gmની બે ટિકડી આપવામાં આવી શકે છે. Paracetamolને મોટાભાગના લોકો માટે સૌથી સુરક્ષિત ડ્રગ માનવામાં આવે છે. પણ આ દવાનો વધુ પડતો ઉપયોગ આડઅસર નોતરી શકે છે. વધારે પડતા ઉપયોગથી શરીરને માઠી અસર થાય છે. નેશનલ હેલ્થ સર્વિસના રીપોર્ટ અનુસાર એનો હેપાટોટૉક્સિ ડોઝ ગળી જવાથી થોડા જ કલાકોમાં ઊલટી અથવા ઉબકાની મુશ્કેલીઓ એકાએક વધી જાય છે. હેપાટોટૉક્સિ એક મેડિકલ ટર્મ છે. જેના ઓવરડોઝથી લીવર પર અસર થઈ શકે છે. એક સિંગલ Paracetamolના ઓવરડોઝના પહેલા અથવા બીજા દિવસે લીવર ફેઈલ થવાને કારણે સુસ્તી અથવા ચક્કર આવવાની શક્યતાઓ ઘટી જાય છે.

એટલે આ દવા લેતા પહેલા તબીબોની સલાહ લેવી જોઈએ. ઈન્ટરનેશનલ હેલ્થ કેર કંપની Bupaના જણાવ્યા અનુસાર Paracetamolના ઓવરડોઝના કેસ વધી શકે છે. કારણ કે, ઘણા પ્રકારની દવાઓ અને ઉત્પાદનમાં Paracetamol મિક્સ હોય છે. ખાસ કરીને ફ્લુની દવાઓમાં.

નિષ્ણાંતો એવી સલાહ આપે છે કે, કોઈ પણ દવા લેતા પહેલા એના વિશેની પ્રાથમિક સમજ હોવી જરૂરી છે. કોઈ પણ દવામાં Paracetamolનો કેટલો ભાગ છે એની જાણકારી હોવી જરૂરી છે. કોઈ પણ દવાના રેપર પર એના કન્ટેન્ટ લખેલા હોય છે. જેના વિશે મેડિકલવાળાને પૂછીને તપાસ કરી શકાય છે. Paracetamolનો વધુ પડતો ઉપયોગ કે એવી દવા જેમાં વધારે પ્રમાણમાં Paracetamol મિક્સ હોય તો એની સીધી અસર લીવર પર થાય છે.

પબ્લિક હેલ્થ ઈગ્લેન્ડના જણાવ્યા અનુસાર એસીટાઈલસિસ્ટિનની મદદથી Paracetamolના ઓવરડોઝનું જોખમ ઘટાડી શકાય છે. જે લીવરને ડેમેજ થતું અટકાવે છે. જે માટે આઠ કલાક જેટલો સમય લે છે. આઠ કલાક બાદ એની અસર ઘણી ઓછી થઈ જાય છે. જોકે, ઓવરડોઝને કારણે વ્યક્તિની તબીયત વધારે પડતી ખરાબ થઈ શકે છે. નબળાઈ આવી શકે છે. મસલ્સ ઢીલા થઈ જાય છે. લીવરની સમસ્યાથી પીડાતા વ્યક્તિએ આ દવા ન લેવી જોઈએ. Bupaએ એલર્ટ આપતા એવી પણ સ્પષ્ટતા કરી છે કે, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તો સોલ્યુબલ Paracetamol ન લે. જે સરળતાથી પાણી સાથે મિક્સ થઈ જાય છે. જેમાં ભરપુર મીઠાની માત્રા હોય છે. જે પ્રેશર વધારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here