સિદ્ઘિ : શિષ્ય ગુરૂથી આગળ, ટેસ્ટ સીરિઝમાં નિષ્ફળ છતાં પંતે તોડ્યો ધોનીનો રેકોર્ડ

0
33

મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહેલા યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો.

2 મેચની ટેસ્ટ સીરિઝમાં તે સુપર ફ્લૉપ સાબિત થયો અને 3 ઇનિંગ્સમાં 19.33ની એવરેજથી માત્ર 58 રન કર્યા. આ દરમિયાન તેણે સૌથી વધારે 27 રન કર્યા, રિષભે આ ઇનિંગ કિંગ્સટન ટેસ્ટમાં રમી. બેટિંગમાં નિષ્ફળ રહેવા છતાં વિકેટકીપિંગ કરતા મહેન્દ્ર સિંહ ધોનીનો એક રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો.

રિષભ પંતે કિંગ્સટન ટેસ્ટની બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝના ઑપનર બેટ્સમેન ક્રેગ બ્રેથવેટનો કેચ ઇશાંત શર્માની બૉલ પર પક્ડયો. આ સાથે જ તેના નામે રેકોર્ડ બન્યો. રિષભ પંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટની સાથે ટેસ્ટ ક્રિકેટમાં ઝડપથી 50 વિકેટ લેવાના મામલામાં બીજા સ્થાન પર પહોંચ્યો. રિષભ પંતે આ સિદ્ઘિ 11મી ટેસ્ટમાં મેળવી લીધી.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી 50 વિકેટ લેવો રેકોર્ડ 3 ખિલાડીઓના નામે છે જેમાં સાઉથ આફ્રિકાના માર્ક બાઉચર, ઇંગ્લેન્ડના જોની બેયર્સ્ટો અને ઓસ્ટ્રેલિયાની ટિમ પેન છે. આ ત્રણેય ખિલાડીઓ કરિયરની 10મી ટેસ્ટમાં 50 વિકેટ લઇ ચૂક્યા છે. આ યાદીમાં એડમ ગિલક્રિસ્ટ અને રિષભ પંત બીજા સ્થાન પર છે. બંનેએ પોતાના કરિયરની 11મી ટેસ્ટમાં આ સિદ્ઘિ મેળવી છે.

રિષભ પંત પહેલા ઝડપી 50 વિકેટ લેવાનો ભારતીય રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. ધોનીએ 15 ટેસ્ટ મેચમાં આ આંકડો પ્રાપ્ત કર્યો હતો, એવામાં રિષભ પંત ધોનીને ચાર ટેસ્ટ મેચના અંતરથી પછાડવામાં સફળ રહ્યો. રિષભ પંતે 50 વિકેટમાં 48 કેચ અને 2 સ્ટમ્પિંગ કર્યા છે.

રિષભ પંતે વર્ષ 2018માં નોર્ટિંઘમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ઘ ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી તે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ પાછળ સારુ ફોર્મ આપતો રહ્યો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝ દરમિયાન રિષભ પંતે વિકેટકીપર એક સીરિઝ, મેચ અને ઇનિંગમાં સૌથી વધારે કેચ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. રિષભ પંતે કંગારૂ ટીમની વિરુદ્ઘ સીરિઝમાં 20 કેચ ઝડ્ય્યા હતા. તો એડિલેડ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 5 કેચની સાથે કુલ 11 કેચ લેવાનો નવો ભારતીય રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here