ભચાઉ: ગઈકાલે શહેરના હિંમતપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા પાલિકા અને રેલવે પોલીસને પરત આવ્યા બાદ આજ દબાણ હટાવવાનું મનદુઃખ રાખીને કેટલાક લોકોએ ભચાઉ નગરપાલિકા પાલિકા કચેરીમાં તોડફોડ કરી હતી અને મનફાવે તેવું વર્તન કર્યું હતું. ત્યારબાદ પાલિકા પ્રમુખે ટોળા પર ફાયરિંગ કરતા બે લોકો ઘાયલ થયા હોવાનો આક્ષેપ ઘાયલ લોકોએ કર્યો હતો.
ફાયરિંગની વાતને પાલિકા પ્રમુખે ફગાવી
ભચાઉ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, ફાયરિંગની વાત ઉપજાવી કાઢેલી છે. મેં કોઈ ફાયરિંગ કરેલું નથી. જે વ્યક્તિ ઘાયલ થયેલો છે તેને લોખંડની બેન્ચ વાગેલી હતી. પહેલા તે વ્યક્તિએ ગાળાગાળી કરી અને તોડફોડ કરેલી છે. તે દબાણ હટાવવા બાબતનું મનદુઃખ રાખીને તોડફોડ કરેલી છે.
ગેરવર્તનથી પાલિકા કર્મીએ પણ પ્રતિકાર કર્યો
પાલિકા પર તોડફોડ કરનાર તત્વોએ ગેરવર્તન અને તોડફોડ કરતા રોકવા જતા પાલિકાના કર્મીઓને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમનો પ્રતિકાર કરીને ટોળાને ભગાડ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તોડફોડ બાદ ટોળું સરકારી હોસ્પિટલ દોડી ગયું હતું.
અગાઉ પણ એક જૂથે દબાણ હટાવ મામલે તોડફોડ કરેલી
ભચાઉ પાલિકામાં અગાઉ પણ આવા જ એક દબાણ હટાવ બાદ પાલિકામાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા પહેલા દબાણ કરી બાદમાં તંત્ર સામે બાયો ચડાવવા નું રોજનું બન્યું છે. દબાણની ઘણી જગ્યાને લઇને પાલિકા પણ આંખ આડા કાન કરી રહી છે. વોટ બેન્કને લઇને ઘણા નગર સેવકો આવા દબાણોને પ્રોત્સાન આપતા રહેતા હોવાનો સૂર ઊઠી રહ્યો છે.
Array
ભચાઉ : ટોળા પર પ્રમુખે ફાયરિંગ કર્યાનો આક્ષેપ, પાલિકા પર તોડફોડ અને કર્મીઓ સાથે ગેરવર્તનનો દાવો
- Advertisement -
- Advertisment -