દહેગામ : હરસોલી ગામે ગણેશ વિસર્જન નો કાર્યક્રમ, ધામધુમ પુર્વક ઉજવણી

0
0

દહેગામ તાલુકાના હરસોલી ગામે ગણેશ વિસર્જનમા યુવકો, યુવતીઓ અને મહિલાઓએ આ પ્રસંગને શાનદાર રીતે ઉજવીને ખુબ જ ભક્તિ ભાવ પુર્વક ગણેશ દાદાને વિસર્જન કરવામા આવ્યુ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે ગણેશ પર્વની ખુબ જ શાનદાર રીતે અને ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવી હતી ત્યારે આજે સૌ ભાવી ભક્તો ભેગા મળી સૌના સાથ અને સૌના સહકારથી ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામા યુવકો, યુવતીઓ અને મહિલાઓ જોડાઈને વાજતે ગાજતે અબીલ ગુલાલના છાંટણામા રંગાઈને ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક ગણેશ વિસર્જનમા નાચતા કુદતા અને ગરબા ગાતા મહિલાઓ અને પુરૂષો નજરે પડી રહ્યા છે. આમ આજના આ પાવન પર્વ દીવસે ગામની પાદરેથી ગણેશ ભગવાનને મુર્તી ટ્રેક્ટરમા લઈને તેનુ વિસર્જન કરવા માટે મેશ્વો નદી તરફ પ્રેરાણ કરીને ખુબ જ ધામધુમ પુર્વક ગણેશ વિસર્જન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને આજે દહેગામ તાલુકા અને શહેરમા ઠેર ઠેર ગણેશ વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

 

  • આ પ્રસંગે ગામના યુવકો, યુવતી અને મહિલાઓ મોટી સંખ્યામા જોડાયા
  • ગણેશ વિસર્જન કાર્યક્રમમા યુવકો અને મહિલાઓ ભક્તિમય માહોલમા ગરબા ગાતા જોવા મળ્યા
  • હરસોલી પાસે આવેલી મેશ્વો નદીમા ગણેશ ભગવાનને પધરાવવામા આવ્યા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here