ભલ્લાલદેવે કર્યા તેની દેવસેના સાથે લગ્ન,

0
3

ભલ્લાલદેવના નામે ઘરે ઘરે જાણીતા થયેલા સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ 8 ઓગસ્ટે પરિવાર અને નજીકના લોકો વચ્ચે લગ્ન કરી લીધા છે. રાણાને સોશ્યલ મિડીયા પર લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે દરેકની નજર અક્ષય કુમારે કરેલી ટ્વિટ પર અટકી ગઇ હતી. અક્ષયે લખ્યુ હતુ કે સ્થાયીરૂપથી લૉકડાઉન કરવાનો આ સાચો રસ્તો છે, બધાઇ.

  • રાણા દગ્ગુબાતીએ કર્યા લગ્ન
  • લૉકડાઉનમાં બંધાયો લગ્નના તાંતણે
  • અલ્લુ અર્જુન-રામચરણે આપી હાજરી

અક્ષય અને રાણાએ બેબી અને હાઉસફૂલ-4માં સાથે કામ કર્યું છે. વર્ષની શરૂઆતમાં જ રાણાએ મિહિકા સાથે સગાઇની જાહેરાત કરી હતી. રાણાના ફેન્સ સગાઇ થઇ તે બાદથી જ રાણાના લગ્ન માટે ઉત્સાહિત છે. લૉકડાઉનના કારણે લગ્નમાં ખૂબ ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ લગ્નના સમારોહમાં કોઇ પણ પ્રકારના ઉત્સાહની અછત ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું હતું.

પીઠી અને મહેંદીની રસમ બાદ દંપતિ લગ્નના તાંતણે બંધાઇ ગયુ હતુ. બીજી તરફ અક્ષયે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. અક્ષયની આગામી ફિલ્મ બેલ બોટમના શૂટિંગ માટે સ્ટારકાસ્ટ સાથે યુકે ગયા છે.

રાણા બાહુબલી પહેલા પણ સાઉથમાં મોટા સ્ટાર હતા પરંતુ નોર્થમાં રાણાને બાહુબલી બાદ ઓળખાણ મળી. તે સિવાય રાણા યે જવાની હે દિવાની, બેબી, હાઉસફૂલ-4 જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. રાણાના લગ્નમાં ચિરંજીવીનો દિકરો રામચરણ તેજા અને તેની પત્ની, અલ્લુ અર્જુન વેગેરે લોકોએ હાજરી આપી હતી.