મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીનો ભાણેજ રતુલ પુરી છ દિવસના રિમાન્ડ પર

0
19

ભોપાલ, તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

વેસ્ટલેન્ડ હેલિકોપ્ડટર ગોટાળામાં મની લોન્ડરીંગ કરવાનો જેના પર આરોપ છે એ રતુલ પુરીને દિલ્હીની એક કોર્ટે છ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

એની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ કામ ચલાવી રહ્યું છે. રતુલ પુરી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસના બોલકા નેતા કમલનાથનો ભાણેજ છે. સ્પેશિયલ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારે રતુલને 11 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. રતુલે પણ પી ચિદંબરમની જેમ કાયદાની ચૂંગાલમાંથી છટકવા ઘણા પ્રયાસો કર્યા હતા.

કોર્ટના આદેશથી હવે રતુલ ઇડીની કસ્ટડીમાં છે. કોર્ટે કહ્યું હતું કે ઇડીને મળેલા દસ્તાવેજોની વિગતો અંગે ઇડીને રતુલની પૂછપરછ કરવી છે. એ માટે એને ઇડિની કસ્ટડીમાં સોંપવામાં આવે છે.

કોર્ટે ઇડીને પણ એવો આદેશ આપ્યો હતો કે, પુરીની તબીબી તપાસ કરાવીને ડૉક્ટરની સલાહ મુજબ એને જરૂરી દવાઓ લેવાની પરવાનગી આપવી. પુરીએ એવી દલીલ કરી હતી કે એની તબિયત સારી નથી અને એ ડૉક્ટરની સારવાર હેઠળ છે. એટલે કોર્ટે આવો આદેશ આપ્યો હતો. ઇડીને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે રોજ સવારે સાડા નવથી દસ અને સાંજે સાડા પાંચથી છ પુરીને એના બે વકીલોને મળવાની સગવડ કરી આપવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here