ભારત-નેપાળ સીમા વિવાદ પર બોલ્યા સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું – ભારતે વિદેશ નીતિમાં બદલાવ કરવો જોઇએ

0
0

નેપાળ અને ભારત વચ્ચેના સરહદ વિવાદને લઈ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય વિદેશ નીતિને નવેસરથી મજબૂત કરવા તાકીદ કર્યું

નેપાળ અને ભારત વચ્ચેના સરહદ વિવાદને લઈ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારતીય વિદેશ નીતિને નવેસરથી મજબૂત કરવા પર જોર આપ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીના કહેવા પ્રમાણે ભારતે વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.

સ્વામીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘નેપાળ કઈ રીતે ભારતીય ક્ષેત્ર માટે વિચારી પણ શકે? તેમની ભાવનાઓને એટલી હદે આહત કરવામાં આવી છેકે તે ભારત સાથેના સંબંધો તોડવા ઈચ્છે છે? શું આ આપણી અસફળતા નથી? વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.’

  • નેપાળ અને ભારત વચ્ચેના સરહદ વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીએ આપી પ્રતિક્રિયા
  • ભારતે વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર : સુબ્રમણ્યમ સ્વામી
  • નેપાળ અને ભારત વચ્ચે ચાલતા નકશા વિવાદ પર કરી ટ્વીટ

જણાવી દઈએ, નેપાળ સંસદે શનિવારે એક વિવાદીત બિલ પાસ કર્યું છે. આ બિલ નેપાળના નવા નકશાને માન્યતા આપે છે. જેમાં રાજનીતિક રૂપથી મહત્વના ત્રણ ભારતીય વિસ્તાર લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળે પોતાના વિસ્તારમાં બતાવ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, “અમે નોંધ્યું છે કે નેપાળના પ્રતિનિધિમંડળે ભારતીય ક્ષેત્રને સમાવવા માટે નેપાળના નકશામાં ફેરફાર કરવા બંધારણમાં સુધારો કર્યો છે.” બિલ પાસ થઈ ગયું છે. અમે આ મામલે અમારી સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી દીધી છે. પ્રવક્તાએ કહ્યું કે, દાવાઓમાં આ કૃત્રિમ વધારો ઐતિહાસિક તથ્યો અથવા પુરાવા પર આધારિત નથી અથવા તેનો કોઈ અર્થ નથી. બાકી બોર્ડર મુદ્દાઓ પર વાટાઘાટો કરવી તે અમારી વર્તમાન સમજનું ઉલ્લંઘન પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here