આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સન્માનિત

0
40

દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે (8 ઓગસ્ટ) ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રણવ મુખર્જી, સમાજસેવી સ્વ. દાદાભાઇ નારૌજી અને સંગીતકાર તેમજ ગાયક સ્વ. ભૂપેન હઝારિકાને ભારત રત્નથી સન્માન પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આ વર્ષે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યા પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત સમાજસેવી નાનાજી દેશમુખ અને જાણીતા સંગીતકાર અને ગાયક ભૂપેન હઝારિકાને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, મુખર્જીએ તેમના નિસ્વાર્થ કાર્યોથી દેશની વિકાસ યાત્રામાં મજબૂત છાપ છોડી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘પ્રણવ દા’ અમારા સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે દશકો સુધી દેશની નિસ્વાર્થ અને અથક સેવા કરી છે અને દેશની વિકાસ યાત્રા પર મજબૂત છાપ છોડી છે. તેમની બુદ્ધિમત્તા અને યોગ્યતાવાળા લોકો બહુ ઓછા હશે. ખુશી છે કે તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here