અમદાવાદ : વસ્ત્રાપુર તળાવ નર્મદાનાં પાણીથી ભરાશે, 5 વર્ષ પછી બોટિંગ શરૂ થશે

0
29

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા 851 કરોડના પ્રોજેક્ટનું ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થશે. ખાસ કરીને વસ્ત્રાપુર નર્મદા પાણીથી ભરવામાં આવી રહ્યું છે. આજથી તળાવમાં બોટિંગ ફરી શરૂ થશે. અગાઉ 2013માં બોટિંગ શરૂ કરવામાં આ‌વ્યું હતું. પરંતુ તળાવમાં પાણી નહીં રહેતા આ યોજના પડતી મૂકાઈ હતી. જે ગુરુવારે પુન: શરૂ કરાશે. કાયમી ધોરણે હવે વસ્ત્રાપુર તળાવમાં નર્મદાના પાણી ઠાલવાશે.

નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે 851 કરોડના પ્રોજેક્ટ મૂક્યા
અઢી હજાર ગરીબ- મધ્યમવર્ગ માટેના આવાસોનું લોકાર્પણ થશે તો 8275 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત થશે. આ સિવાય વસ્ત્રાપુર તળાવમાં નર્મદાનાં પાણીનું આગમનને વધાવવામાં આવશે. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે 851 કરોડના પ્રોજેક્ટ મૂક્યા છે. જે તૈયાર થયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા થશે.

આ કામોનું લોકાર્પણ થશે

  • એસવીપીમાં 23.50 કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલ, જેમાં 208 રૂમ હશે.
  • પ્લાસ્ટિક કચરો ઉપાડવા 50 લાખના ખર્ચે વસાવેલા 5 લીટપીકર મશીન
  • રોડ પર કચરો સાફ કરવા માટે 6.50 કરોડના ખર્ચે 6 મિકેનાઇઝ્ડ રોડ વેક્યૂમ સ્વીપર મશીનો, 100 જેટલી ડમ્પ ગાડીઓનું લોકાર્પણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here