વાહન તથા મોબાઇલ ચોરીના ગુનામાં વોન્ટેડ ૧ને ચોરીના મોબાઇલ સાથે પકડી પાડતી ભરૂચ LCB

0
39

ભરૂચ જીલ્લામાં બનતા મીલ્કત સંબધીના ગુના અટકાવવા ભરૂચ શહેર વિસ્તારમાં પો.સ.ઇ. તથા એલ.સી બી સ્ટાકના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી મળેલ કે એક ઇસમ કાળા ક્લરની પ્તા ની મેલીમાં ચોરીના મોબાઇલ કોન લઇને વેચવા ફરે છે જે શંકાસ્પદ જણાતા તેને નર્મદા ચોકડી આઓવરબિજ પાસે રોકી તેનું નામ પુછતા તેણે તેનું નામ મીનફાઝ ઉર્દે બોબડા સબ્બીર પટેલ જાતે મુસ્લીમ વ્હોરા ઉવ. ર૬ ધંધો. મજુરી(પેઇન્ટર) હાલ રહે. મદીના પાર્ક સોસાયટી તા.જી. ભરૂચ મુળ રહે.૩૦૪ હાજી પેલેસ રાંદેર સુરત હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેની ઝડતી કરતા તેની થેલીમાં આશરે નવ જેટલા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. ત્યારબાદ આ મોબાઇલ ફોનની માલીકી બાબતે આધાર પુરાવા કે બીલ માંગતા ગલ્લા તલ્લા તેમજ ઉડાવ જવાબ આપતો હતો.જેની ઉડાણપૂર્વક પુછપરછ કરતા તેણે આ મોબાઇલ ફોનો ભરૂચ શહેર તથા અંકલેશ્વર માંથી અલગ અલગ જગ્યાખએ થી ચોરી કરી લાવી વેચાણ કરવા આવેલ હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે ૯ જેટલા મોબાઇલ કિંમત રૂપિયા ૪૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here