Wednesday, September 28, 2022
Homeગુજરાતભરૂચ : આટખોલ ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

ભરૂચ : આટખોલ ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

- Advertisement -

નેત્રંગ તાલુકાના આટખોલ ગામના પટેલ ફળીયામાં રહેણાંક મકાનમાં ચાલતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 11 જુગારીયાઓને રૂપિયા 3.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ જન્માષ્ટમી તહેવાર ઉપર શ્રાવણીયો જુગાર રમતા જુગારિયાઓના વોચમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, નેત્રંગ તાલુકાના આટખોલ ગામના પટેલ ફળીયામાં રહેતો શામજી લાલજી પટેલ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. જેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ.એસ.વી.ચુડાસમા સહિતના સ્ટાફે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા 1 લાખ અને ચાર બાઇક તેમજ 10 ફોન મળી કુલ 3.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય સુત્રધાર શામજી લાલજી પટેલ, જમન બાવા ઉધાડ, જયેશ ગોપાલ ડોબરિયા, જમન ગંગાજી ડોબરિયા, રામજી ગંગાજી ડોબરિયા સહીત 11 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતાય. ગોકુળલ આઠમના રોજ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડતા અન્ય શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular