અંકલેશ્વરમાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી

0
30

અંકલેશ્વરના મા શારદા ટાઉનહોલ ખાતે મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે સેમીનાર યોજવામાં આવ્યો હતો. વિશાખા બા ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજીત સેમીનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી મળતી લોન અને તેના ઉપયોગથી રોજગાર કઇ રીતે મેળવી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિશાખા બા ફાઉન્ડેશનના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરપર્સન કીંજલ ચૌહાણ, વાઇસ ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત કલ્પનાબેન મેરાઇ, અર્ચનાબેન શર્મા, જયોત્સનાબેન રાણા, ગીતાબેન સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી આવેલાં અધિકારીઓએ ઉપસ્થિતોને માર્ગદર્શન પુરુ પાડયું હતું.

અહેવાલ :કૃણાલ ગોસ્વામી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here