ભરૂચના વેજલપુરમાં કાચુ મકાન ધરાશાયી, કોઇ જાનહાનિ નહી

0
42

ભરૂચ શહેરના વેજલપુર ગામડીયાવાડ વિસ્તારમાં આવેલું કાચુ મકાન ભારે વરસાદમાં ધરાશાયી થતાં દોડધામ મચી હતી. ગામડીયાવાડમાં રહેતાં બાબુ વસાવાનું કાચુ મકાન શનિવારે વરસતા વરસાદમાં તુટી પડયું હતું. ગત રોજ શુક્રવારે આજ વિસ્તારમાં બે મજલી મકાન તુટી પડતાં તેમાં બે વર્ષની બાળકી સહિત સાત લોકો કાટમાળ નીચે દબાઇ ગયાં હતાં.

બીજા દિવસે શનિવારે પણ એક મકાન તુટી પડવાની ઘટનાથી કાચા અને જર્જરીત મકાનોમાં રહેતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. ભરૂચ શહેરમાં શનિવારથી શરૂ થયેલા વરસાદે ભારે ખાનાખરાબી સર્જતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ગામડીયા વાડમાં એક મકાન ધરાશાયી થયા બાદ પાલિકાના લાશ્કરોની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. તેમણે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. જો કે આ મકાન તુટવાની ઘટનામાં કોઇ જાનહાનિ નહિ થતાં સ્થાનિક રહીશો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here