ભરૂચ : નાંદિડા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં 3 સગી બહેનોના મોત, માતા-પિતાનો બચાવ

0
19

ભરૂચઃ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદિડા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 5 સભ્યો દબાયા હતા. જેમાંથી 3 સગી બહેનોના મોત નીપજ્યા છે. જ્યારે માતા-પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

3 બાળકીઓના મોત, માતા-પિતાનો બચાવ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદિડા ગામમાં ભારે વરસાદના કારણે નરેન્દ્રસિંહ રાજ નામના વ્યક્તિના કાચા મકાનની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં કાટમાળ નીચે આખો પરિવાર દબાયો હતો. આ ઘટનામાં 3 માસુમ બાળકીઓના મોત નીપજ્યા છે. જ્યારે માતા-પિતાનો બચાવ થયો છે. તેઓને ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનામાં નરેન્દ્રસિંહ રાજની ત્રણ પુત્રીઓ જિનલ(7 વર્ષ), પીનલ (5 વર્ષ) અને ક્રિષ્ના (2 વર્ષ)ના મોત નિપજ્યા હતા.

ત્રણ બાળકીના મોતથી ગામમાં માતમ છવાયો

નાંદિડા ગામમાં એક જ પરિવારની 3 બાળકનીઓના મોતને પગલે માતમ છવાઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here