Wednesday, January 19, 2022
Homeગુજરાતભરૂચ : ચોરી થયેલી મર્સિડીઝ કાર બે મહિના બાદ મધ્યપ્રદેશમાંથી બિનવારસી હાલતમાં...

ભરૂચ : ચોરી થયેલી મર્સિડીઝ કાર બે મહિના બાદ મધ્યપ્રદેશમાંથી બિનવારસી હાલતમાં મળી

અંકલેશ્વરના ઉદ્યોગપતિ ચેતન મોદીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી સોનું અને ચાંદીના દાગીના તેમજ મોંઘીઘાટ મર્સિડીઝ કારની ચોરી કરી હતી. ત્યારે આ ચોરીની ઘટનાના બે મહિના બાદ મધ્યપ્રદેશ ખાતેથી બિનવારસી હાલતમાં આ મર્સિડીઝ કાર મળી આવી છે.

 

 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા ઉદ્યોગકાર ચેતન મોદી વિદેશ ફરવા ગયા હતા. આ દરમિયાન ગત તારીખ 15 નવેમ્બરના રોજ તેઓના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તેઓના ઘરમાંથી સોનું અને ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. તેમજ તસ્કરો ત્યાંથી ન અટકતા ઘર બહાર પાર્ક કરેલી રૂપિયા 30 લાખની મર્સિડીઝ બેન્ઝ કારની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે સ્થાનિક પોલીસે તસ્કરોને ઝડપી પાડવા એડીંચોટીનું જોર લગાવ્યું હતું. છતાં કઈ હાથ લગ્યું ન હતું. આ ઘટનાના એક મહિના સુધી કોઈ સુરાગ ન મળ્યા બાદ મધ્યપ્રદેશના પીથમપુર નજીકથી બે મહિના બાદ આ મર્સિડીઝ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યાંની પોલીસે તપાસ હાથ ધરી મૂળ માલિકની શોધખોળ કરતા તેઓને ચેતન મોદીનો નંબર મળી આવ્યો હતો. જેઓને આ અંગેની જાણ કરતા તેઓ આ કાર પોલીસની મદદથી પરત લઈ આવ્યા હતા. જોકે, હાલ સુધી તસ્કરોનો કોઈ તાગ મળ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular