Saturday, September 18, 2021
Homeગુજરાતભરૂચ : અજાણ્યા વાહનની અડફેટે તાલુકા પંચાયતના કર્મચારીનું મોત

ભરૂચ : અજાણ્યા વાહનની અડફેટે તાલુકા પંચાયતના કર્મચારીનું મોત

રાજ્યભરમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમ જેમ વાહનો વધી રહ્યાં છે, તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યાં છે. ત્યારે વધુ એક ગોજારી ઘટના ભરૂચના વાલીયાથી સામે આવી છે. વાલિયાના ગણેશ ગાર્ડ નજીક અજાણ્યા વાહન ચાલકે તાલુકા પંચાયતના કર્મચારીને ટક્કર મારતા તેનું સારવાર મળે તે પહેલા જ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ મોત નીપજયું હતું.

વાલિયા ગામના ક્રિષ્નાનગર ખાતે રહેતા દલસુખ વેસ્તાભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત રોજ સાંજના સમયે તાલુકા પંચાયત કચેરીથી પોતાના ઘરે ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન ગણેશ ગાર્ડ નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારી દલસુખ વસાવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર અર્થે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે ભરુચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માત મોત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ ગણેશ ગાર્ડનની સામે મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગે યોગ્ય રીતે સમારકામની કામગીરી કરવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments