Thursday, April 18, 2024
Homeગુજરાતભરૂચ : બસ ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

ભરૂચ : બસ ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

- Advertisement -

ભરૂચમાં એક સાલ ગામ નજીક અજંતા ફાર્મા કંપની નજીકના બસ સ્ટેન્ડ પાસે બાઈક ચાલકને બસ ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માત સર્જાતા રાહદરીઓએ 108ની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા.

આજે ગુરૂવારે સવારના સમયે ભરૂચથી દહેજ તરફના એક સાલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહીતી અનુસાર બસ ચલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલકને અડફેટે લીધા હતા. તે સમયે ગંભીર રીતે જમીન પર પટકાતા બાઈક સવાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય એકને માથા અને હાથ પગ સહીત અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular