Friday, March 29, 2024
Homeગુજરાતભરૂચ : ઓવરબ્રિજ પર રસાયણયુક્ત પ્રવાહીનો ગેરકાયદેસર રીતે નિકાલ કરાતાં ચકચાર

ભરૂચ : ઓવરબ્રિજ પર રસાયણયુક્ત પ્રવાહીનો ગેરકાયદેસર રીતે નિકાલ કરાતાં ચકચાર

- Advertisement -

અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક આજે મંગળવારે સવારે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલયુક્ત પ્રવાહી રસ્તા ઉપર ઢોળી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી માર્ગ ઉપર ફરી વળતા જાહેરમાં પ્રદુષણ ફેલાઈ ગયું હતું.

સૂત્રો અનુસાર આજે મંગળવારે સવારે 5 વાગ્યાના અરસામાં વડોદરા તરફથી સુરત તરફ કેમિકલ ભરી જતા એક ટેન્કર ચાલકે વાલિયા ચોકડી નજીક અચાનક વાલ્વ ખોલી નાખ્યો હતો. જેના પગલે પ્રદુષિત પાણી જાહેર માર્ગ પાર ઢોળાવા માંડ્યું હતું. આ પ્રદુષિત પાણી મુખ્ય નેશનલ હાઇવે ઉપરથી સર્વિસ રોડ ઉપર ફરી વળ્યું હતું. જેના કારણે આસપાસ રહેતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

 

માર્ગ ઉપર ફેલાયેલા પ્રદુષિત પાણીના કારણે બળતરાની પણ કંઇક અંશે ફરિયાદ ઉઠી હતી. બનાવની જાણ થતા જ જી.પી.સી.બી તથા નર્મદા ક્લીન ટેક કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા. જો કે ત્યાર બાદ આ પ્રદુષિત પાણી ઉપર માટી નાખી તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાય બેજવાબદાર ઉદ્યોગો પોતાના થોડા નફા માટે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને જાહેરમાં રાસાયણયુક્ત ઝેરી કચરાનો નિકાલ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. ત્યારે આવા તત્વોને પકડી તેમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular