- Advertisement -
ભરૂચ નગર પાલિકાએ જ્યાં ત્યાં કચરો ફેંકી શહેરને અસ્વચ્છ બનાવતા શહેરીજનો પાસેથી એક મહિનામાં 75 હજારનો દંડ વસુલ્યો છે. શહેરમાં ડોર ટુ ડોર વાહનો દ્વારા ઘરે ઘર અને વાણીજયક મિલકતો ખાતેથી કચરો ઉઘરાવવામાં આવે છે. જોકે કેટલાક બેજવાબદાર શહેરીજનો ડોર ટુ ડોર ગાડીને કચરો નહિ આપી તેમજ ડસ્ટબીનની જગ્યાએ જાહેરમાં નિકાલ કરે છે.
આવા શહેરને સ્વચ્છ રાખવાને બદલે ગંદકી ફેલાવતા લોકો સામે પાલિકાની ટીમ દ્વારા દિવસ કે રાત્રી દરમિયાન સમયાંતરે આકસ્મિક ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં એક મહિનામાં કેટલાય લોકો જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી વહીવટી ચાર્જ રૂપે 75 હજારનો દંડ ફટકારી વસુલાયો હતો. વધુમાં ડોર ટૂ ડોર કચરા સંદર્ભે કોઈપણ ફરિયાદ હોય તો 95740 07002 મોબાઈલ પર સંપર્ક કરવા જણાવાયું છે.