Saturday, September 18, 2021
Homeભરૂચ : કાકી સામે ભત્રીજાઓએ રૂપિયા 8 લાખની વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ...
Array

ભરૂચ : કાકી સામે ભત્રીજાઓએ રૂપિયા 8 લાખની વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે સગી કાકી સામે 2 ભત્રીજાઓએ ₹7.94 લાખ ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધવતા ચકચાર જાગી છે.

ઝાડેશ્વરની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ચિરાગ મિસ્ત્રી પ્રાઇવેટ ટ્યુશન કલાસ ચલાવે છે. જેઓના મોટા કાકા કિરીટભાઈ તેમના પિતાના અવસાન પછી તેમની બાજુમાં જ રહેતા હતા.કાકા કિરીટભાઈ ONGC માં નોકરી કરતા હતા અને ચિરાગ અને મયંક બે ભત્રીજાઓનું સંયુક્ત એકાઉન્ટ અંકલેશ્વર ONGC SBI બેંકમાં વર્ષ 2009 થી હતું.

2021 માં કાકા કિરીતભાઈનું મૃત્યુ થતા જૂન મહિનામાં સુરત રહેતી કાકી ભાનુમતી બેન ભત્રીજાઓ પાસે આવી કાકા જે મોબાઈલ વાપરતા હતા તેમનું સીમકાર્ડ લઈ ગયા હતા.

ભત્રીજાઓએ કાકીને તેમનું જોઈન્ટ એકાઉન્ટ હોવાનું અને સીમકાર્ડનો દુરૂપયોગ નહિ કરવા ચેતવ્યા હતા. જે બાદ બન્ને ભત્રીજા જુલાઈ મહિનામાં અંકલેશ્વર SBI ની બ્રાન્ચ ઉપર કાકા કિરીટભાઈનું નામ કમી કરાવવા જતા કાકીએ ₹7.94 લાખ ભરૂચની પ્રીતમનગર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી લેવાનું માલુમ પડ્યું હતું.કાકી ભાનુમતી મિસ્ત્રીએ બન્ને ભત્રીજા સાથે લાખોની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments