Tuesday, September 28, 2021
Homeભરૂચ : જીવના જોખમે કોરોનાની કામગીરી કરતી વર્કરને જ સારવાર ન મળી
Array

ભરૂચ : જીવના જોખમે કોરોનાની કામગીરી કરતી વર્કરને જ સારવાર ન મળી

જંબુસરના કરમાડ ગામના રમીલા રમેશભાઈ રોહિત 12 વર્ષથી આશાવર્કર તરીકે કામ કરે છે. કોરોના કાળમાં પણ તેઓએ સર્વે, કોરોનાગ્રસ્તોની સારવાર સહિતની ફરજ બજાવી હતી. ગત 5 એપ્રિલે તેઓ ડિલિવરી કરાવવા ગયા હતા. બીજા દિવસે તેને તાવ અને ચક્કર આવતા તેમણે 7 એપ્રિલે રિપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.

શ્વાસ લેવામાં તકલીફ હોવા છતાં એડમિટ ન કર્યા

ફ્રન્ટલાઇનર આશાવર્કરની તબિયત વધુ ખરાબ થતા તેઓ જંબુસરની કોવિડ અલ મહેમુદ હોસ્પિટલમાં ગયા હતા.જ્યાં તેઓને દવા આપી, સ્ટાફે ઘરે મોકલી દીધા હતા. તેઓનેે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોય દાખલ કરવાનું કહેવા છતાં હોસ્પિટલે દવા આપી કહી દીધું હતું દાખલ કરવાની કોઈ જરૂર નથી, ઘરે જાવ સારું થઈ જશે. તેમની તબિયત બગડી રહી હોય ન છૂટકે હોસ્પિટલમાં એડમિટ કરી કોરોનાની સારવાર મળી રહેે માટે PM અને CM ને લાચારીવશ સારવાર અપાવવા માટે કાકલૂદીનો કરતો વિડીયો બનાવ્યો હતો.

વીડિયોને 24 કલાક થયા હોવા છતાં કોઈ મદદ આવ્યું નહીં

વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પોતાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની અપીલનો દારુણ વિડીયો બનાવ્યાને 24 કલાક ઉપરાંતનો સમય વીતવા છતાં હજી સુધી તંત્ર કે ઉપરી અધિકારીઓ આ મહિલાની મદદ માટે વ્હારે આવ્યા નથી. કાચા નાનકડા મકાનમાં જમીન પર ગોદડી બિછાવી કોરોના સામે ઝઝૂમતી ફ્રન્ટલાઇનર આશાવર્કર અને તેનો પરિવાર તંત્ર તેમની મદદે આવી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવે તેની ચાટકતા પૂર્વક રાહ જોઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments