ભરૂચ : છેલ્લાં ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો

0
0

ભરૂચ નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. જેના પગલે બન્ને જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે, આસપાસના અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લામાં મેઘ મહેર ઓછી રહી હોવાનું જણાયું હતું.

ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં 9 તાલુકાઓ પૈકી 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. એક માત્ર જંબુસર તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંકલેશ્વર તાલુકામાં 65 મીમી એટલે કે અંદાજીત 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

જિલ્લામાં તાલુકાવાર વરસાદના આંકડાઓ ઉપર નજર કરીએ તો આમોદમાં 8 મીમી, અંકલેશ્વરમાં 65 મીમી, ભરૂચમાં 22 મીમી, હાંસોટમાં 60 મીમી, નેત્રંગમાં 36 મીમી, વાગરામાં 32 મીમી, વાલીયામાં 46 મીમી અને ઝઘડીયામાં 7 મીમી વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here