ભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો

0
0

ભરૂચના વોર્ડ નંબર ૩માં આવેલા નારાયણ નગર પાંચના રહીશોએ ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો છે. જેમાં નિયમિત વેરા ભરતા હોવા છતાં નગરપાલિકા તેઓની સમસ્યા હલ ન કરતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

રહીશો છેલ્લા દોઢ મહિનાથી પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન

ભરૂચ શહેરના નારાયણ નગર પાંચમાં રહેતા રહીશો છેલ્લા દોઢ મહિનાથી પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલકી ભોગવી રહ્યાં છે. નારાયણ નગરમાં ઉભરાતી ગટરના પરિણામે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દુર્ગંધ અને કિટાણુના ઉપદ્રવથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે વારવાર રજૂઆત કરવા છતાં કોઈ તેઓનું સાંભળતું ના હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.

નાના બાળકોને બહાર નીકળવામાં મુશ્કેલીઓ પડી

નિયમિત રીતે વેરા ભરવા છતાં તેઓને હલકી વેઠવી પડતી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોવાથી રાત્રીના સમયે વયસ્ક નાગરિકો અને નાના બાળકોને બહાર નીકળવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ચોમાસાની ઋતુ દસ્તક દઈ ઉભી છે. ત્યારે આ સમસ્યાઓનો ત્વરિત નિકાલ આવે તેવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here