Tuesday, September 21, 2021
Homeભરૂચ : સિટી બસના વિરોધમાં રિક્ષા એસો.ની આજથી હડતાળ
Array

ભરૂચ : સિટી બસના વિરોધમાં રિક્ષા એસો.ની આજથી હડતાળ

ભરૂચમાં સિટી બસ સેવા મામલે જય ભારત રિક્ષા એશો.દ્વારા આજથી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ન.પા. બહારના વિસ્તારમાં ફરતી સિટી બસને અટકાવી રિક્ષા ચાલકોએ મુસાફરોને નીચે ઉતાર્યા હતા. જ્યારે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા રિક્ષા ચાલકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં તાજેતરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને મુસાફરોનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જોકે, રોજીરોટી છીનવાઇ જવાના ભયે રિક્ષા ચાલકો સિટી બસ સેવાની વિવિધ નીતિનો વિરોધ કરી રહ્યા છે.

આ અંગે તંત્રમાં અગાઉ અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા જય ભારત ઓટો રિક્ષા એશો.દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારની બહાર ફરતી સિટી બસ રિક્ષા ચાલકોએ અટકાવી મુસાફરોને નીચે ઉતાર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ પ્રદર્શન કરી રહેલા રિક્ષા ચાલકોની પોલીસે અટકાયત કરી હતી. રિક્ષા ચાલકોની હડતાળના પગલે ભરૂચના રાજમાર્ગો જાણે સૂમસામ ભાષી રહ્યા હતા. રિક્ષા ચાલકોએ જણાવ્યુ હતું કે, તેઓ દ્વારા સિટી બસ સેવાનો વિરોધ નથી કરવામાં આવી રહ્યો પરંતુ નગર પાલિકા હદ વિસ્તારની બહાર ફરતી બસ બંધ થઈ જવી જોઈએ. આ ઉપરાંત સિટી બસના સંચાલકોએ પણ કોરોના સહિત ટ્રાફિકના વિવિધ નિયમોનું પાલન કરવું જોઈએ. આજરોજ રિક્ષાની હડતાળથી પ્રજાને પણ આંશિક હાલાકી પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments