Wednesday, September 28, 2022
Homeગુજરાતભરૂચ : બે ક્વોરી ઉદ્યોગોમાં તસ્કરોએ રૂ. 80 હજારનો મુદ્દામાલ ચોરી કરી...

ભરૂચ : બે ક્વોરી ઉદ્યોગોમાં તસ્કરોએ રૂ. 80 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર

- Advertisement -

ઝઘડિયા તાલુકાના જેસપોર ગામના મંદિર ફળિયામાં રહેતા ચંદ્રકાંત ફતેસિંગ વસાવા ગામ નજીક સાગર કવોરી ચલાવે છે. ગઇકાલે રાત્રે તેમની ક્વોરીને તસ્કરોએ નિશાન બનાવી હતી અને કવોરીમાં રહેલ ટોગલા સેટ-2 રૂપિયા 50 હજાર, લોખંડની નાની-મોટી પ્લેટો નંગ-6 રૂપિયા 6 હજાર અને સ્પીગ નંગ-1 રૂપિયા 2 હજાર, રોલર સ્ટેન્ડ નંગ-1 રૂપિયા 1500, પટ્ટા ખેચવાના હુક સેટ નંગ-1 રુપિયા 1500 મળી કુલ 61 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે સિક્યુરિટી ગાર્ડ વિજય શિવલાલ વસાવા કવોરીના માલિક ચંદ્રકાંત ફતેસિંઘ વસાવાને જાણ કરતા તેઓએ ઝઘડિયા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આવી જ રીતે ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ ઉપર આવેલા મહર્ષિ બંગ્લોઝમાં રહેતા ભાવેશ મનજી વેલાણી રાજપારડી નજીક આવેલા ભીલવાડા ગામ ખાતે શિવ શક્તિ કવોરી ચલાવે છે. જેઓ તારીખ-18મી સપ્ટેમ્બરના રોજ ઓફીસ બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓની કવોરીની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને લોખંડની પ્લેટોના ટુકડા અને કન્વેયર બેલ્ટના રોલ નંગ-12 મળી કુલ 19 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે કવોરીના ઓપરેટર જીગ્નેશ વસાવાએ માલિક ભાવેશ મનજી વેલાણી જાણ કરતા તેઓએ રાજપારડી પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular