Saturday, September 18, 2021
Homeભરૂચ : નર્મદા મૈયા બ્રિજની નીચે શોભામાં અભિવૃદ્ધિ કરતી લાઈટીંગ બંધ
Array

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજની નીચે શોભામાં અભિવૃદ્ધિ કરતી લાઈટીંગ બંધ

ભરૂચમાં ચાર દિનની ચાંદની ફરી અંધેરી રાત જેવો ઘાટ નર્મદા મૈયા બ્રિજને લઇ સામે આવ્યો છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજની નીચે શહેરની રોનક વધારતું લાઈટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે નગરના લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા, પરંતુ આ લાઇટીંગ હાલ બંધ હાલતમાં છે.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજની નીચે શહેરની રોનક વધારતું લાઈટીંગ કરવામાં આવ્યું હતું, ત્યારે લોકો તેને જોવા માટે ઉમટતા હતા અને ક્યારેક તો મેળા જેવો માહોલ થતો હતો, પરંતુ ભરુચીઓ માટે આ લાઈટીંગ ચાર દિન કી ચાંદની સાબિત થઇ હતી.

નર્મદા મૈયા બ્રિજના ઉદ્દઘાટન સમયે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા અને આકર્ષણ જમાવવા કોલેજ રોડ ઉપર ફ્લાયઓવર નીચે બ્યુટીફીકેશન અને લાઇટિંગ કરાયું હતું. બૌડા સર્કલ, આઈ લવ ભરૂચનું આકર્ષણ ઉભું કરી કરાયેલી કાયમી લાઇટિંગ બંધ કરી દેવાતા ફ્લાયઓવર નીચે હવે અંધારપાટ જોવા મળી રહ્યો છે.

કોલેજ રોડથી લઈ શીતલ સર્કલ સુધી ઉભી કરાયેલી રોશનીની રોનક રાતો રાત બંધ કરાતા વાહનચાલકો અને લોકોમાં અનેક અટકળો ઉભી થઇ છે. ભરૂચમાં એક માત્ર આ સર્કલ રોનક સમાન હતું પરંતુ તે પણ બંધ કરી દેવતા હવે ભરૂચ જૈસે થેની સ્થિતિમાં મુકાઈ ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments