ભરૂચ : વેપારી પોતાનો કપડાનો જથ્થો મૂકી ૩ મહિનાથી લાપતા બન્યો

0
0

ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલા ફ્લાય ઓવર બ્રિજની નીચે કપડાનો વેપારી મોટા પ્રમાણમાં કપડાનો જથ્થો મૂકી ૩ મહિનાથી ગુમ થતા કપડાના જથ્થામાં આગ ફાટી નીકળે એવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.

વરસાદના કારણે કપડા ભીના થઇ જવાના કારણે બિનઉપયોગી બની ગયા

ભરૂચ-દહેજને જોડતા બાયપાસ ચોકડી નજીકના ફ્લાય ઓવર બ્રિજ નીચે કેટલાક ગરીબ અને શ્રમજીવી પરિવારો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ બાયપાસ ચોકડી નજીક આવેલા પોલીસની કેબીન નજીકમાં જ કોઈ વેપારી પોતાનો કપડાનો જથ્થો મૂકી ૩ મહિનાથી લાપતા બન્યો છે. જેના કારણે આ કપડાંના જથ્થામાંથી જરૂરિયાત મંદ લોકો કપડાં લઈ પણ જાય છે. પરંતુ તાજેતરમાં વરસેલા વરસાદના કારણે કપડા ભીના થઇ જવાના કારણે બિનઉપયોગી બની ગયા છે. જેના કારણે મોટી માત્રામાં કપડાનો જથ્થો ફ્લાય ઓવર બ્રિજ નીચે બિન ઉપયોગી થતા નજીકમાંથી પસાર થતા રાહદારીઓ કે વાહન ચાલકો દ્વારા બીડી કે સિગારેટ સળગાવીને દીવાસળી ફેંકી દેવામાં આવે તો કપડામાં આગ લાગવાની દુર્ઘટના પણ સર્જાઇ શકે છે.

કપડાનો જથ્થો દૂર કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરાઇ

આ અંગે સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે નજીકમાં જ ૩ જેટલી હોસ્પિટલો પણ આવેલી છે. જેના કારણે આ વિસ્તાર સતત વાહનો અને લોકોથી ધમધમતો વિસ્તાર કહી શકાય ફ્લાય ઓવર બ્રિજ નીચે ઘણી વખત ભારે વાહનો પણ પાર્ક કરવામાં આવતા હોય છે. ત્યારે બિન ઉપયોગી કપડાનો મોટો જથ્થો દૂર કરવાની માંગ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યાં છે. જે તંત્ર ત્વરિત ધ્યાન પર લે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here