ભરૂચ : બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત

0
15

ભરૂચ : ભરૂચનાં હાઇવે (Bharuch highway) પર આવેલા વડદલા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે 15થી વધારે લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં (Bharuch Civil Hospital) ખસેડાયા છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, આ ખાનગી લક્ઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઇ રહ્યાં હતાં.

આ અંગે સંજય ગોરસિયાએ વાત કરતા જણાવ્યું કે, સુરતથી સૌરાષ્ટ્ર તરફ બસ જઇ રહી હતી. ત્યારે નબીપુર પાસે એક ટેન્કર યુ ટર્ન લઇ રહ્યું હતું. ત્યારે જ બસ અને ટેન્કર ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ બસ આખી બસ ભરેલી હતી. જેમાંથી 15 જેટલા લોકોને ઇજા થઇ છે અને ત્રણ વ્યક્તિનાં મોક નીપજ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે, આ આખી બસ ભરેલી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે જણાવ્યું કે, અમે લોકો ભાવનગર જઇ રહ્યાં હતાં. અમારી બસમાં બેઠેલા મોટાભાગનાં લોકોને ઇજા પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here