ભરૂચ : નાહિયેર ગામ પાસે ડ્રાઈવરને તરસ લાગી, કંડક્ટર પાસે પાણીની બોટલ લેવા જતાં ST ઉભેલી ટ્રકમાં ભટકાઇ, 20 મુસાફરોને ઇજા

0
62

ભરૂચ: નજર હટી દુર્ઘટના ઘટીની ઉક્તિ જંબુસર નજીક સર્જાયેલી અકસ્માતની ઘટનામાં સાર્થક બની હતી. વડોદરાથી ભરૂચ જઇ રહેલી એક એસટી બસના ચાલકે ચાલું બસે કંડક્ટર પાસેથી પાણીની બોટલ લેતી વેળાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં બસ અથાડી દીધી હતી. જેમાં એસટી બસમાં સવાર 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી.

વડોદરાથી ભરૂચ આવતી ઇન્ટરસીટી એસટી બસ જંબુસર ડેપોમાંથી અન્ય મુસાફરોને બેસાડીને ભરૂચ આવવા રવાના થઇ હતી. દરમિયાનમાં નાહિયેર આસનેરા પાસે એસટી બસના ડ્રાઇવરને તરસ લાગતાં તેણે ચાલુ બસે કન્ડક્ટર પાસેથી પાણીની બોટલ માંગી હતી. કન્ડક્ટર પાણીની બોટલ આપી રહ્યો હતો. તે વેળાં ડ્રાઇવરે બોટલ લેવા જતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ ગઇ હતી. અચાનક વાગેલાં ધક્કાને કારણે બસમાં બેસેલાં મુસાફરોને મોટા ભાગે મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

યેન કેન પ્રકારે તેમને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતાં. દરમિયાનમાં ત્યાંથી પસાર થઇ રહેલી અન્ય એક બસના ડ્રાઇવરે ઇજાગ્રસ્તોની હાલત જોઇ તેમને સત્વરે સારવાર મળે તે માટે પોતાની બસમાં બેસાડી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ રવાના કરાયાં હતાં. જ્યારે ત્રણથી વધુ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. બનાવને પગલે આમોદ પોલીસ મથકે ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોના નામ
* મિનહાઝ સાદિક ઉઘરાવદાર, ભડકોદ્રા, જંબુસર
* બિલાલ યુનુસ ઉઘરાવદા, ભડકોદ્રા, જંબુસર
* હાજી યાકુબ કાવીવાલા, કાવી, જંબુસર
* મયુર કિરીટભાઇ પટેલ, કહાનવા, જંબુસર,
* ઘનશ્યામ ભગવતીપ્રસાદ પંડ્યા, કહાનવા, જંબુસર
* પિનાકીન ઘનશ્યામ પંડ્યા, કહાનવા, જંબુસર
* ડાહ્યી ચિમનભાઇ રોહિત, આછોદ, આમોદ
* ચિમન મહિજી રોહિત, આછોખ, આમોદ
* કમિલા ગોવિંદ પરમાર, મક્તમપુર, ભરૂચ
* જગદિશ દિપક વસાવા, તાડિયા હનુમાન, જંબુસર
* રમેશ માનસંગ જાદવ, ડાબકા, પાદરા
* રાજુબેન રમેશ જાદવ, ડાબકા, પાદરા
* સુરેશ રમેશ જાદવ, ડાબકા, પાદરા
* ખેરૂનિસા ઇમ્તિયાઝ પટેલ, તાંદલજા, વડોદરા
* ઇમ્તિયાઝ મહંમદ પટેલ, તાંદલજા, વડોદરા
* યોગેશ ભિખાભાઇ પ્રજાપતિ, જંબુસર
* હેત યોગેશ પ્રજાપતિ, જંબુસર
* જ્હાનવી યોગેશ પ્રજાપતિ, જંબુસર
* ઇલાબેન યોગેશ પ્રજાપતિ, જંબુસર
* દિપક નાથુ પટેલ, સૂરત

ગિયર બોક્સમાં અવાજ આવતાં ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી હતી
જૂનાગઢના માંગરોલનો અદાહમદબીન આરબ તેની ટ્રકમાં નારિયેલ ભરી જલગાંવ ભૂસાવલ તરફ જઇ રહ્યો હતો. દરમિયાનમાં જંબુસર-ભરૂચ રોડ પર નાહિયેર પાસે તેની ટ્રકના ગિયરબોક્ષમાં અવાજ આવતાં તેણે પોતાની ટ્રક રોડની સાઇડમાં ઉભી રાખી તેની ચકાસણી કરી રહ્યો હતો. દરમિયાનમાં એસટી બસે તેની ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ ગઇ હતી.

મારી બસ મોડી હોવાથી મુસાફરોને સમયસર સારવાર માટે ખસેડી શક્યો
સામાન્ય રીતે બરોડા-ભરૂચ એસટી બસના સમય કરતાં પાંચેક મિનીટ વહેલાં અમારી જંબુસર-ભરૂચ નોનસ્ટોપ બસ ભરૂચ જવા માટે રવાના થાય છે. જોકે વરસાદના કારણે આજે થોડું મોડું થતાં વડોદરા- ભરૂચ બસ નિકળ્યાં બાદ પાંચેક મિનીટ પછી અમારી બસ નિકળી હતી. અકસ્માત બાદ અમે ત્યાં પહોંચતાં ઉચ્ચ અધિકારી સાથે વાત કરી ઇજાગ્રસ્તોને અમારી જંબુસર-ભરૂચ ઇન્ટરસિટી બસમાં જ તુરંત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યાં હતાં. સદનશીબે આજે હું મોડો પડતાં સમયસર પહોંચી શક્યો હતો. > કેતુલ ચતુરદાસ સેવક, ઇજાગ્રસ્તોને લાવનાર બસના ડ્રાઇવર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here