વરસાદ : ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

0
8

ભાવનગર. ભાવનગરમાં કલાકમાં કડાકા ભડાકા સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ વરસાદે મનપાની પોલ ખોલી નાખી હતી અને રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાય ગયા હતા. વરસાદના પગલે ભરતનગરના યોગેશ્વરનગરમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા તો કાળીયાબીડ સાગવાડીમાં 12 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. કુંભારવાડા, હાદાનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સિંધી કેમ્પમાં મોબાઈલ ટાવર પર વીજળી પડતા શોર્ટ સર્કિટ થઇ હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લામાં ઘોઘા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. આથી કાશી વિશ્વનાથ રોડ પર કેડસમા પાણી ભરાયા હતા.બાબરાના નિલવડા ગામે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પંચાળ વિસ્તારના મોટાભાગના ગામડાઓ જેમાં વાકીયા, સુખપુર, કીડી, કરીયાણા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નિલવડા ગામે ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું. પવન સાથે વરસાદ પડતા ખેતરો અને ગામની બજારોમાં પાણી ભરાયા હતા. બાબરા શહેરમાં સવારથી ઝાપટા વરસી રહ્યા છે. કરીયાણા ગામે ઉપરવાસના ગામડાઓમાં સારો વરસાદ પડતા કરીયાણા ડેમમાં નવા નીર આવ્યા છે.

ભાવનગરના રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
ભાવનગરના ભરતનગરમાં આવાસ યોજના હેઠળ ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં પાછળ યોગેશ્વર સોસાયટીના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં રાખવામાં આવતા સોસાયટીના મોટાભાગના મકાનોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓનો અનાજ, કરિયાણા સહિત સરસામાન પલળી ગયો હતો. ઘરમાં પાણી ઘૂસી જવાથી નાના બાળકો અને વૃદ્ધ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસતા કોર્પોરેશનની પ્રિ- મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી અને સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઊનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા બળકો ન્હાવાનો આનંદ લીધો હતો. ઊના પંથકના ખેડુતો વરસાદના આગમનથી ખુશ થયા છે.

ભાવનગર જિલ્લામાં બે કલાકમાં પડેલો વરસાદ
ભાવનગર- 83MM
વલ્લભીપુર- 60MM
ઉમરાળા-48MM
ઘોઘા- 36MM
ગારીયાધાર-03MM
જેસર- 8MM

જામનગર જિલ્લામાં પડેલો આજનો વરસાદ
કાલાવડ- 12MM
જામજોધપુર- 65MM
ધ્રોલ- 21MM

ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ
બપોર બાદ ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગોંડલ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે બફારા બાદ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. માત્ર એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના કાશી વિશ્વનાથ રોડ પર કેડ સમા પાણી ભરાયા છે. તેમજ લાલપુર અન્ડરબ્રિજ પર એક બોલેરો ફસાઇ ગઇ હતી. આથી વાહનોની અવર-જવર અટકી ગઇ હતી.

અમરેલી જિલ્લામાં ચેકડેમો છલકાયા, નદીઓમાં ઘોડાપૂર આવ્યા
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદથી જિલ્લામાં ચેકડેમો છલકાયા છે. સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અમરેલી, બગસરા, સાવરકુંડલા, ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલીયા તાલુકાના બવાડી, ઇંગોરાળાના કોઝવે પર પાણી ભરાયા હતા. સાવરકુંડલાના જેસર રોડ પર પણ પાણી ભરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here