ભાવનગર : રૂ.7,24,500ના ઈંગ્લીશ દારૂ અને મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ઝડપાયો

0
1

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન વિદ્યાનગર પાસે આવેલ ચિતરંજન ચોક પાસે અમુક ઈસમો ગાડીમાં દારૂની હરફેર કરતા હોય તેવી બાતમી આધારે રેડ કરતા બે અલગ અલગ કારમાંથી ઈંગ્લીશ દારૂની હેરફેર કરતો એક ઈસમ ઝડપાયો હતો. તથા બે ઈસમો નાસી છૂટ્યા હતા. તેઓની પાસેથી બે કાર, એક્ટિવા તથા ઈંગ્લીશ દારૂની 635 નંગ બોટલ સાથે ત્રણ ઈસમો ઝડપી લીધી હતા.

નિલમબાગ પોલીસ તેના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચિતરંજન ચોક પાસે અમુક ઇસમો ગાડીમાં દારૂની હેરફેર કરતા હોય તેવી બાતમીના આધારે તે જગ્યાએ રેડ કરતા ત્રણ ઈસમો પાસેથી કુલ 635 નંગ બોટલ સાથે એક આરોપી ઝડપાયો હતો. અને બે નાસી છૂટવા સફળ રહ્યા હતા. જેમાં એક આરોપી પાસેથી દારૂની 80 નંગ બોટલો, કિંમત રૂ. 48,000, ઇન્ડીકા કાર નં. GJ-15-DD 9959 જેની કીંમત રૂપિયા 1,50,000 તે ઝડપાઇ છે. તથા તેનો આરોપી નાસી છૂટ્યો હતો. તથા આરોપી નં.બે વિક્કી મકવાણા પાસેથી બોટલ નંગ 144 કિંમત રૂપિયા 43,200 તથા સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 4,50,000 સાથે ઈંગ્લીશ દારૂની હેરફેર કરતા પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે આરોપી નં.ત્રણ એક અજાણ્યા ઈસમ 11 બોટલ કિંમત રૂપિયા 3,300 તેમજ એક્ટિવા કિંમત રૂપિયા 20,000 સાથે ઈંગ્લીશ દારૂની મળી આવ્યો હતો.

આમ ત્રણેય આરોપી પાસેથી કુલ 635 નંગ બોટલ તથા બે કાર સહિત કુલ 7,24,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ત્રણેય આરોપીમાંથી બે આરોપી નાસી છૂટ્યા હતા. અને જ્યારે એક આરોપી વિક્કી ઝડપાયો ગયો હતો. તથા નીલમબાગ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here