ભાવનગર – કોરોનાના 14 વર્ષના દર્દી સાથે ડોક્ટરના વેશમાં આવેલા માસ્કધારી શખ્સે બિભત્સ અડપલા કર્યા, માતાની ન્યાયની માંગ

0
0
ભાવનગર સમરસ હોસ્ટેલમાં સગીર સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યની કોશિશ કરાઇ હતી
  • માતા-પુત્ર સુરતથી આવ્યા હતા અને બંનેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

સીએન 24 ગુજરાત

ભાવનગર. ભાવનગરમાં ગત તા.4 જુલાઇના રોજ એક કોરોના પોઝિટિવ સગીર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કોશિશની ઘટનાથી ચકચાર મચી છે. એક મહિલા અને તેના 14 વર્ષના પુત્ર સાથે સુરતથી ભાવનગર પોતાના પિતાને ત્યાં આવ્યા હતા. જેમાં માતા-પુત્ર બંન્ને પોઝિટિવ આવતા તેમને સર.ટી.હોસ્પિટલના કેન્સર વિભાગમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જેમાં તેમના 14 વર્ષીય પુત્રને 70% જેટલી રિકવરી આવતા તેને ત્યાંથી ખસેડી ગર્લ્સ સમરસ હોસ્ટેલના એક રૂમમાં રાખવામાં આવ્યો. અહીં આ કિશોર સાથે કોરોનાની સારવાર કરવાના બહાને માસ્ક પહેરી ડોક્ટરના વેશમાં આવેલા કોઈ શખ્સે તેને સારવાર કરવી છે તેમ કહી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની કોશિશ કરતા આ મહિલા આ ઘટના મામલે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી રહી છે.

માસ્ક પહેરી કોરોનાની સારવાર કરવાનું બહાનું દઇ સગીર સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યની કોશિશ કરી
ભાવનગરની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં રહેલા કોરોના પોઝિટિવ 14 વર્ષીય કિશોર સાથે ભર બપોરે ડોક્ટરના પહેરવેશમાં આવેલા એક માસ્કધારી શખ્સે કોરોનાની સારવારના બહાને કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કોશિશ અને જેમાં કૃત્ય આચારનાર શખ્સે કિશોરને ધમકાવી અને આ બાબતે કોઈને પણ ન કહેવા કહ્યું હતું. પરંતુ સાંજે આ યુવકે તેની માતાને આ બાબતે જાણ કરતા માતા હેબતાઈ ગઈ હતી. આ અંગેની જાણ તાકીદે કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ કરી હોવાનું આ મહિલાએ  જણાવ્યું હતું. જ્યારે પોલીસ કન્ટ્રોલ પર બે દિવસ સુધી કોઈ ફોન ન ઉપાડતા અંતે વકીલ મારફતે આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરી તેમના બાળક સાથે થયેલા કૃત્ય અંગે દોષિતને ઝડપી પાડી ન્યાયની માંગ કરી રહી છે.

માસ્ક પહેરેલું હોય બાળક આ કૃત્ય કરનારને ઓળખી નથી શક્યો
સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ધોળા દિવસે બપોરે સારવારના બહાને સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કોશિશિ એ અતિ ગંભીર બાબત છે. અહીં કેટલી લોકોની સલામતી છે તેનો અંદાજ અહીંથી લગાવી શકાય છે. અહીં સીસીટીવી કેમેરા છે છતાં નહીં બરોબર એટલે કે શરૂ છે કે કેમ તે જોવું રહ્યું. જ્યારે માસ્ક પહેરેલું હોય બાળક આ કૃત્ય કરનારને ઓળખી નથી શક્યો. ત્યારે હવે આ ઘટનામાં પોલીસ કોઈ કાર્યવાહી કરે તેવી માંગ માતા કરી રહી છે. જેથી આવનારા સમયમાં કોઈ યુવતી કે મહિલા આવી ઘટનાથી બચી શકે. આ બનાવના તાકીદે તપાસ જરૂરી છે. જે અંગે કિશોરની માતાએ આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી સહિતના લોકો પાસે આ બનાવ અંગે ન્યાયની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here