Wednesday, April 17, 2024
Homeભાવનગર : તળાજામાં યુવતી તાબે ન થતા યુવકે બળજબરીથી ઝેરી દવા પીવડાવી,...
Array

ભાવનગર : તળાજામાં યુવતી તાબે ન થતા યુવકે બળજબરીથી ઝેરી દવા પીવડાવી, 3 વખત દુષ્કર્મ આચર્યુ હોવાનો યુવતીનો આક્ષેપ

- Advertisement -

ભાવનગર:તળાજાના પાદરાની યુવતી તાબે ન થતાં યુવકે તેના ભાઈઓ સાથે બળજબરીથી ઝેરી દવા પીવડાવી હોવાની ઘટના સામે આવી છે. આ સાથે જ યુવતીએ નિવેદન આપતા કહ્યું કે અગાઉ યુવકે ત્રણ વખત દુષ્કર્મનો શિકાર બનાવી હતી. તળાજાની હોસ્પિટલમાં ગત રાત્રે એક યુવતીને સારવાર માટે લાવવામાં આવી હતી. આ યૂવતી અર્ધ બેભાન અવસ્થામાં હોવાથી યુવતીનું નિવેદન લઈ શકાયું ન હતું. પરંતુ યુવતી આજે ભાનમાં આવી જતાં તેમને આરોપ લગાવ્યો છે કે પોતે પરણિત યુવકના તાબે ન થતાં યુવકે તેમના ભાઈઓ સાથે આવી ઝેરી દવા પીવળાવી દીધી હતી.

ગામના જ ત્રણ શખ્સોએ ઝેરી દવા પીવડાવી-પરિવાર
યુવતીએ વધુમાં કહ્યું કે ગઇકાલે સાંજે હું મારા ફળિયામાં વાસીદુ કરતી હતી. એ સમયે મને યુવાને પથ્થરનો ઘા કરી ઇશારા સાથે ઘરની નજીક બોલાવી હતી. પણ હું ન જતા તે ઉશ્કેરાયો હતો. નજીકમાં જ તે યુવકની વાડી આવેલી હતી. જ્યાંથી તે તેમના ભાઇઓને બોલાવી લાવી સાથે ઝેરી દવાની બોટલ લાવ્યા હતાં અને મને બળજબરી પૂર્વક દવા પીવડાવી દીધી હતી. અગાઉ પણ મને આ યુવકએ ત્રણેક વખત દુષ્કર્મનો શિકાર બનાવેલ છે. યુવતીએ આ નિવેદન તેમના પરિવારની હાજરીમાં જ આપ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું કે ગામના જ ત્રણ શખ્સોએ ઝેરી દવા પીવડાવી છે. યુવતી હાલ સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular