Saturday, September 18, 2021
Homeગુજરાતભાવનગર : તળાવમાં ડૂબેલા બીટગાર્ડની લાશ બે દિવસની ભારે જહેમત બાદ શોધી...

ભાવનગર : તળાવમાં ડૂબેલા બીટગાર્ડની લાશ બે દિવસની ભારે જહેમત બાદ શોધી કઢાઇ

ભાવનગરના સિહોર તાલુકાના થોરાળા ગામે આવેલા તળાવમાં વન્ય પ્રાણીનું રેસ્ક્યુ કરવા હોડી સાથે ઉતરેલા બે બીટગાર્ડ હોડી પલ્ટી પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં 36 કલાકની ભારે જહેમત બાદ બંને હતભાગીઓની લાશ શોધી કાઢવામાં ફાયરબ્રિગેડની ટીમને સફળતા મળી છે.

તળાજા રાઉન્ડ ફોરેસ્ટના હદમાં આવતાં સિહોર તાલુકાના થોરાળા ગામે ફોરેસ્ટ એરિયાઓમા પેટ્રોલિંગ કરી રહેલા તળાજા ફોરેસ્ટ વિભાગના મગનભાઈ જગાભાઈ મકવાણા તથા મેરામણ દડુભાઈ વાઘોશી-આહીરને કોલ મળ્યો હતો કે થોરાળા ગામના તળાવમાં કોઈ વન્ય પ્રાણી ફસાયું છે. આથી બંને બીટગાર્ડે ગામનાં ભૂતપૂર્વ સરપંચને તેની બોટ સાથે બોલાવી તળાવમાં ઉતર્યા હતાં જેમાં હોડી તળાવ મધ્યે પહોંચતા કોઈ કારણોસર હોડી પલ્ટી જતાં બંને બીટગાર્ડ સહિત ચાર વ્યક્તિ ડૂબવા લાગ્યાં હતાં.

એ દરમિયાન હોડી માલિક તથા અન્ય એક શખ્સ તરીને તળાવના કાંઠે પહોંચી ગયા હતા. પરંતુ મગન મકવાણા તથા મેરામણ વાઘોશી તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તંત્ર દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં સોમવારે મોડી સાંજે મગનભાઈની લાશ મળી હતી અને આજરોજ વહેલી સવારે મેરામણ વાઘોશીની લાશ પણ તરવૈયાઓએ શોધી કાઢી છે. પોલીસે આ કર્મીની લાશનો કબ્જો લઈ પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે વન વિભાગ તથા મૃતકના પરિજનોમા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments