Friday, September 17, 2021
Homeભાવનગર : હોસ્પિટલમાં શરૂ કરાઇ કોક્લીઅર ઇમ્પ્લાન્ટ સર્જરી, બે બાળકોના સફળ ઓપરેશન
Array

ભાવનગર : હોસ્પિટલમાં શરૂ કરાઇ કોક્લીઅર ઇમ્પ્લાન્ટ સર્જરી, બે બાળકોના સફળ ઓપરેશન

ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં જટીલ ગણાતી કોક્લીઅર ઇમ્પ્લાન્ટ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે. સર.ટી. હોસ્પિટલમાં બે બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટના સફળતાપૂર્વક 2 ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. ભાવનગરના શૈલેષભાઇ પંડ્યાએ પોતાના બાળક માટે કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટેનો રૂપિયા ૧૨ લાખનો ખર્ચ સાંભળીને પોતાના પગ ભાંગી પડ્યા હતાં.

તેમણે કહ્યું કે, ‘ધૈર્યની મુશ્કેલી મારાથી જોઈ જતી ન હોતી. બાળકની પીડા જોઈને મને બહુ દુઃખ થતું હતું. ઓપરેશન માટેના રૂપિયા 12 લાખ ક્યાંથી લાવવા તેને લઇ હું મુંઝવણ અનુભવી રહ્યો હતો. જો કે ભાવનગરમાં ઓપરેશનમાં માટે બાળકનો નંબર આવી જતા મને ઘણો આનંદ થયો છે. આ સારવાર બિલકુલ મફત છે. જેના માટે મારે એક પણ પૈસાનો ખર્ચો કરવાનો નથી. આપરેશન બાદ ધૈર્ય ધીરે-ધીરે સાંભળતો અને બોલતો થશે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments