Wednesday, September 28, 2022
Homeગુજરાતભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લમ્પી વાયરસના નવા 141 કેસ નોંધાયા

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લમ્પી વાયરસના નવા 141 કેસ નોંધાયા

- Advertisement -

ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લમ્પી વાયરસના વધુ 141 કેસ નોંધાયા છે અને નવ પશુના મોત નિપજયા હતા, લમ્પી વાયરસ ભાવનગર સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે પશુપાલકોની ચિંતા વધી છે. લમ્પી વાયરસને અટકાવવા માટે સરકાર તંત્ર દ્વારા 100 ટકા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, 15મી ઓગસ્ટ સુધીમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક છે.

ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 1803 કેસ નોંધાયા છે અને કુલ 193 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલ્લભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં નવ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, નવ તાલુકામાં 253 ગામો અસરગ્રસ્ત છે, ભાવનગર જિલ્લામાં 2 લાખ 26 હજાર જેટલા પશુધન છે જેની સામે ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,12,387નું રસીકરણ કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન વિભાગ માંથી જાણવા મળ્યું છે.

આ મામલે પશુપાલન વિભાગ અધિકારી કલ્પેશ બારૈયા એ જણાવ્યું હતું કે, પશુપાલકોના ઘરે ઘરે જઈ 100 ટકા લમ્પી સ્કિન ડીસીઝ રસીકરણની કામગીરી પૂર્ણ કરવા માટે પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે, અને 15 ઓગસ્ટ સુધીમાં 100 ટકા રસીકરણ કરવાનો લક્ષ્યાંક છે, આ કામગીરીમાં જિલ્લામાં 35 પશુધન નિરીક્ષકો, સર્વોત્તમ ડેરીના 100 વેક્સિનેટર તેમજ અન્ય પશુપાલન, પ્રાણી કલ્યાણ સંસ્થાના સહયોગથી રસીકરણ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular