Tuesday, September 21, 2021
Homeભાવનગર : સુપ્રસિધ્ધ બગદાણાધામ તથા મહુવા ભગુડા મોગલધામ કોરોનાના સંક્રમણને કારણે બંધ
Array

ભાવનગર : સુપ્રસિધ્ધ બગદાણાધામ તથા મહુવા ભગુડા મોગલધામ કોરોનાના સંક્રમણને કારણે બંધ

સમગ્ર ગુજરાતની સાથે સાથે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના કારણે ગુરૂઆશ્રમ બગદાણા મંદિર જ્યાં સુધી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

ભાવનગર શહેર અને જિલ્લા દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસના સંક્રમણને લીધે ગુરૂ આશ્રમ બગદાણા 13 એપ્રિલ મંગળવારથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ગુરૂઆશ્રમ બગદાણા મંદિર દર્શન વિભાગ, ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં લોકોએ બિન જરૂરી બહાર ન નીકળવા, સામાજિક અંતર રાખવું તથા માસ્ક ફરજીયાત પેહરવું તેમજ વારંવાર હાથને સાબુથી સાફ કરતા રહેવું, અને સરકારની ગાઈટ લાઈન પ્રમાણે ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના મહુવા ભગુડા મોગલધામ કોરોનાના સંક્રમણને કારણે 13 એપ્રિલથી બંધ

ભાવનગર જિલ્લાના મહુવા ભગુડા મોગલધામ આગામી 13 એપ્રિલથી અચોકક્સ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હાલની કોરોનાની વિકટ સ્થિતિને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજનશાળા, ધર્મશાળા સહિતના તમામ વિભાગો બંધ રહેશે. તો તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓ માટે ધામ બંધ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments