Wednesday, September 22, 2021
Homeભાવનગર : ખખડધજ રોડને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી વાહનચાલકો પરેશાન
Array

ભાવનગર : ખખડધજ રોડને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી વાહનચાલકો પરેશાન

ઘોઘા તાલુકાના લાખણકા ડેમ ગામને જોડતા બુધેલથી લાખણકા વાળુકડ સુધીના ખખડધજ રોડને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ રોડ એકદમ બિસ્માર અને ભંગાર હાલતમાં થઈ ગયો છે. રોડનું ક્યાંય નામોનિશાન દેખાતું નથી.

મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને ડામરની કપચી ઉખડીને મોટા ઢગલા સ્વરૂપે રોડની બંને બાજુ પાળા થઈ ગયા છે. રોડ સંપૂર્ણ પણે ઉખડી ગયો હોવાથી ધૂળની ડમરીઓ ઉડે છે. કપચી ટાયર નીચેથી ઉડતી હોવાથી તે ઇજા પહોંચાડે છે. અને જોખમરૂપ સાબિત થાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં જિલ્લા અને તાલુકા પંચાયત બંનેમાં નવા હોદ્દેદારો નિમાયા છે ત્યારે ગામની ગંભીર પરિસ્થિતિ સમજીને તેનો ઉકેલ આવે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments