Saturday, June 3, 2023
Homeગુજરાતભાવનગર : વિદ્યાનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

ભાવનગર : વિદ્યાનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

- Advertisement -

ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા કમિશનરની સીધી સૂચના હેઠળ રાઉન્ડ દરમિયાન શહેરના વિદ્યાનગર સહિતના વિવિધ વિસ્તારમાંથી ગેરકાયદેસર કરાયેલા નાના-મોટા દબાણો દૂર કરાયા હતા તથા કેટલી દુકાનો-લારીઓ જપ્ત કરવામાં આવી હતી. આ અંગે દબાણ હટાવ વિભાગના અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું, કે, આજરોજ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ તાપીબાઇ વીકાસ ગૃહની આજુબાજુ તથા છાત્રાલયની દીવાલેથી આસ્થયી પ્રકારના દબાણ દૂર કરેલ છે તેમજ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, અને નડતરરૂપ લારી જપ્ત કરવામાં આવી હતી.

મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા ગઈકાલે શહેરના સરિતા સોસાયટી રેલવેની દીવાલ પાસેથી 3 કેબિનનો જપ્ત કરી હતી તથા ટ્રાફિકને નડતરરૂપ 4 કેબિન હટાવી હતી, તથા વિદ્યાનગર વિસ્તારમાં આવેલ એસબીઆઈની સામેથી 1 કેબિન તથા 1 લારી જપ્ત કરવામાં આવી હતી, તથા ઘોઘા ગેઇટ પોલીસ ચોકી પાસેથી 3 લારીઓ જપ્ત કરવામાં આવી હતી તથા ટ્રાફિકને નડતરરૂપ 7 જેટલી લારીઓ હટાવવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવ્યા હતા, જ્યારે કેટલીક લારી-ગલ્લાઓ અને કેબીનો જપ્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular