ભાવનગર : બે જગ્યાએ ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ પર દરોડા પાડ્યા

0
0

ભાવનગર શહેરના નારી રોડ પાસે આવેલા બે બાયો ડીઝલ વેચાણના સ્થળે મામલતદાર અને પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં નારી રોડ પર આવેલા અર્જુન એસ્ટેટમાં અંબિકા એન્ટરપ્રાઇઝ અને ચંદ્રોદય એસ્ટેટમાં ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી બાયો ડિઝલનો રૂ. 35 લાખનો મસમોટો જથ્થો ઝડપાયો હતો.

મળતી માહિતી મુજબ, ભાવનગર શહેર નારી રોડ ચંદ્ર દીપ બે સ્થળો ગેરકાયદેસર બાયોડિઝલનો વેચાણ કરતા સીટી મામલતદાર અને પુરવઠા વિભાગે સંયુક્ત દરોડા પાડયા હતા. જેમાં અર્જુન એસ્ટેટમાં અંબિકા એન્ટરપ્રાઇઝમાંથી 10 હજાર 500 બાયોડીઝલ, 45 હજાર યુનિટના મશીન, 8 હજાર લીટરની બે અંડર ગ્રાઉન્ડ ટાંકી તેમજ ચંદ્રોદય એસ્ટેટમાં ખોડીયાર એન્ટરપ્રાઇઝ માંથી બાયોડીઝલ 39 હજાર લીટર, જેમાં એક ટ્રકમાં 24 હજાર લીટર, બીજા ટ્રકમાં 12 હજાર લીટર અને એક-એક હજાર લિટરના 3 પ્લાસ્ટિકના કેરબા કબજે લેવામાં આવ્યા છે. એક છોટા હાથી, મશીન સહિત અંદાજે 35 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. ડીઝલ 49 હજાર 500 લિટરની કિંમત અંદાજે 32 લાખ જેવી થાય છે. જોકે, હજુ આગળની કાર્યવાહી શરૂ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here