Saturday, September 25, 2021
Homeભાવનગર : સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૂપ ધારણ ધર્યું, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત
Array

ભાવનગર : સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૂપ ધારણ ધર્યું, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

ભાવનગર નજીકના બુધેલ ગામે સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા વેવાઈ પક્ષ વિફર્યા હતા અને લાકડી, કુહાડી સહિતના હથિયારો વડે છૂટાહાથની મારામારી કરતા પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. વેવાઈ વચ્ચે થયેલી મારામારીની ઘટના પોલીસ મથકે પહોંચતા બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ દાખલ કરાવી છે.

મારામારીની ઘટના અંગે બાલાભાઈ દેવાભાઈ ચારોલિયા (ઉ.વ.૩૫, રહે, બુધેલ હાઈસ્કૂલની પાછળ, તગડી રોડ, ભૂતડાની ખાણ પાસે, દેવીપૂજકવાસ)એ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના દિકરાની પત્ની તેજલબેન અને તેઓની પત્ની હંસાબેનને ઘર કામ બાબતે બોલાચાલી થઈ હોય, તેની દાઝ રાખી ગઈકાલે શનિવારે સાંજના સમયે તેના વેવાઈ ભલા શામાભાઈ માથાસુડિયા, ગોવિંદ ભલાભાઈ માથાસુડિયા, પરબત ભલાભાઈ માથાસુડિયા અને પ્રતાપ ભલાભાઈ માથાસુડિયા સહિતના ચાર શખ્સે લાકડી લઈ આવી બાલાભાઈ અને તેના પત્ની હંસોનને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઈજા પામેલા દંપતીને સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યારે સામા પક્ષે શંભુભાઈ શ્યામભાઈ પરમાર (ઉ.વ.૨૩, રહે, દેવીપૂજકવાસ, સ્મશાનની બાજુમાં, બુધેલ)એ અપીલ બાલાભાઈ ચારોલિયા, બાલા દેવાભાઈ ચારોલિયા અને હંસાબેન બાલાભાઈ ચારોલિયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ભત્રીજી તેજલબેનને તેના પતિએ ઘરેથી કાઢી મુકી હોય, જેથી તેમના ભાઈ ભલાભાઈએ શખ્સોના ઘરે જઈ પોતાની દીકરીને શોધી લાવવાનું કહીં જમાઈ અપીલ બાલાભાઈને ઠપકો આપ્યો હતો.

તેની દાઝ રાખી ત્રણેય જણે કુહાડી, લાકડી લઈ ઘરે આવી શંભુભાઈ અને ભલાભાઈને ગાળો ભાંડી માર માર્યો હતો. આ સમયે સાહેદ ગોવિંદભાઈ ભલાભાઈ વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારામારીમાં લોહિયાળ ઈજા પામેલા બન્ને ભાઈને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અનુસંધાને વરતેજ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments