Home ભાવનગર ભાવનગર : રમતાં રમતાં એક વર્ષની બાળકીનું માથું કૂકરમાં ફસાઈ ગયું, ડોક્ટરોએ...

ભાવનગર : રમતાં રમતાં એક વર્ષની બાળકીનું માથું કૂકરમાં ફસાઈ ગયું, ડોક્ટરોએ મહા મહેનતે માથું બહાર કાઢ્યું..

0
10
  • કલાકો સુધી બાળકનું માથું કૂકરમાંથી બહાર ના નીકળતા પરિવાર ચિંતિત
  • ડોક્ટરની મદદથી કૂકરને કાપીને બાળકનું માથું કઢાયું બહાર
  • ડોક્ટરોની 45 મિનિટની મહેનત બાદ કુકર કાપી બહાર કાઢ્યું

બાળકોની તકેદારી ના રાખનારા માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં રમતા રમતા એક વર્ષની બાળકીનું માથું કુકરમાં ફસાઇ ગયું હતું. જોકે ભારે જહેમત બાદ ડોક્ટરોએ મહામહેનતે માથું બહાર કાઢ્યું હતું.

ભાવનગરની પિછલા શેરીમાં રહેતા 1 વર્ષીય પ્રિયાંશીનું ઘરમાં રમતા-રમતાં માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. કૂકરમાં માથું ફસાઈ જતાં માતાપિતા પણ મુંઝવણમાં મુકાયા હતા. બાળકીનું માથું બહાર કાઢવા માટે બંને જણાએ ઘણા પ્રય્તનો કર્યા. તેમ છતાં બાળકનું માથું કૂકરમાંથી બહાર નીકળી શક્યું ન હતું. જે બાદ બાળકીને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ડોકટર અને નર્સિંગ સ્ટાફે મહા મહેનત તે બાળકીના માથામાંથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા.

ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલઈશ્વર, એડમીન હાર્દિક ભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હૉસ્પિટલની રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકીના વાયટલસ જેવા કે પલ્સ, ઓકસીજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

  • બાળકોની તકેદારી ના રાખનારા માતા-પિતા માટે ચેતવણીસમાન કિસ્સો
  • સફળતાપૂર્વક સહેજ પણ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું કુકર

બાળકીના માથામાં ફસાયેલા આ કૂકરને સફળતાપૂર્વક સહેજ પણ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું.

નોંધનીય છે કે નાના બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તેમનાં પર ખાસ નજર રાખવી જરૂરી છે. કેમ કે, રમત રમતમાં બાળકને ધ્યાન ન હોય અને તે મોટી મુસિબતમાં ફસાઈ શકે છે.

Live Scores Powered by Cn24news